Monday, December 23, 2024
HomeGujaratમોરબીના રહેણાંક મકાનમાં IPL મેચ પર રમાતા સટ્ટા પર પોલીસની તરાપ :...

મોરબીના રહેણાંક મકાનમાં IPL મેચ પર રમાતા સટ્ટા પર પોલીસની તરાપ : એક આરોપી ઝડપાયો

હાલમાં ક્રિકેટપ્રેમીઓની આઇપીએલ સિઝન ચાલી રહી છે. જેમાં ક્રિકેટ સટ્ટનો લાખો કરોડો રૂપિયાનો ખેલ ખેલાઇ રહ્યો છે. ક્રિકેટ સટ્ટાના રવાડે ચડી અનેક યુવાઓ બરબાદી ખપ્પરમાં હોમાતાં આઇપીએલના આ સટ્ટો મોરબી જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં ખેલાઇ રહ્યો છે. ત્યારે મોરબી જિલ્લામાં ચાલતાં ક્રિકેટના સટ્ટા પર એલસીબી, એસઓજીની ટીમ બાજનજર રાખી એક બાદ એક રેઇડ કરી રહી છે. જેની વચ્ચે ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે સટ્ટો રમતા એક શખ્સને તેના ઘરમાંથી પકડી પાડ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ગઈકાલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબીનાં વાવડી રોડ ક્રિષ્નાપાર્ક સોસાયટી ખાતે રહેતો મહમદહનીફ ગુલામભાઇ ચાનીયા નામનો યુવક પોતાના રહેણાંક મકાનમા હનીફભાઇ (રહે.મોરબી) તથા ભોલાભાઇ સીંધી (રહે.મોરબી) સાથે મેળાપીપણુ કરી એકબીજા સાથે મોબાઇલ ફોનથી ક્રિકેટ લાઇનગુરૂ નામની એપ્લીકેશનમા આઇ.પી.એલ ની SRH-LSG બંને ટીમ વચ્ચેની ૨૦ -૨૦ ઓવર ક્રિકેટમેચનુ સ્કોરબોર્ડ નિહાળી ક્રિકેટમેચત ઉપર રનના આંકડા ઉપર જુગાર રમી રમાડી રહ્યા છે. જેમાં હનીફભાઇ તથા ભોલાભાઇ સાથે મહમદહનીફ પોતે પણ જુગાર રમી સોદા લખે છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી મહમદહનીફ ગુલામભાઇ ચાનીયા નામનાં શખ્સની અટકાયત કરી તેની પાસેથી રૂ.૨૦,૦૦૦/-ની કિંમતના ૨ મોબાઇલ ફોન તથા ક્રિકેટના રનના આંકડા લખેલ નોટબુક તથા રોકડ રૂ.૩૨૦૦/- મળી કુલ રૂ.૨૩,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડ્યો હતો. જયારે હનીફભાઇ (રહે.મોરબી) તથા ભોલાભાઇ સીંધી (રહે.મોરબી) સ્થળ પર હાજર નહિ મળી આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!