Friday, December 27, 2024
HomeGujaratહળવદમાં દારૂની મહેફિલ પર પોલીસની રેઈડ : ચાર ઈસમોની અટકાયત

હળવદમાં દારૂની મહેફિલ પર પોલીસની રેઈડ : ચાર ઈસમોની અટકાયત

ગુજરાતમાં આમ તો દારૂબંધી છે. તેમ છતાં સરેઆમ વિદેશી દારૂ વેંચાતો અને પીવાતો હોવાના અનેક બનાવો સામે આવતા હોય છે. ત્યારે આવો જ એક બનાવ હલાવાડમાંથી સામે આવ્યો છે. જેમાં હળવદ પોલીસે ધરતીનગર સોસાયટીમાં એક રહેણાંક મકાનમાં રેઈડ કરી દારૂની મહેફિલ માણતા ૪ ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય ત્યારે તેઓને બાતમી મળી હતી કે, ધરતીનગર સોસાયટી શક્તીસિંહ ઝાલાના મકાનમા અમુક ઈસમો ભેગા મળી વગર પાસ ૫૨મીટે માનવ સ્વાસ્થને હાનીકારક એવા ઈગ્લીશ દારૂની મહેફીલ માણી નશો કરી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે સ્થળ પર રેઇડ કરી સત્યપાલસિંહ અશોકસિંહ ઝાલા , યશભાઈ અનીલભાઈ રાવલ, ચિતનકુમાર જીતેન્દ્રકુમાર રાવલ તથા રૂત્વીકકુમાર શંકરભાઈ ધારીયા નામના શખ્સોને નશો કરેલી હાલતમાં બકવાસ કરતા પકડી પાડી તેમની પાસેથી પ્લાસ્ટીકની બોટલમાં ભરેલ ઈગ્લીશ દારૂ જેવુ કેફી પ્રવાહીનો રૂ.૩૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!