વાંકાનેર તાલુકાના વિરપર ગામ નજીક બે અલગ અલગ સ્થળોએ દેશી દારૂની બે ભઠ્ઠી ઉપર મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ અને વાંકાનેર તાલુકા પોલીસે રેઇડ કરી કુલ રૂ.૧.૪૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વિરપર ગામે સોરસગો સીમમાં વાડીના શેઢે ચાલુ દેશી દારૂની ભઠ્ઠીએ રેઇડ દરમિયાન આરોપી હાજર મળી આવેલ ન હોય જ્યારે વિરપર-માટેલ ગામ વચ્ચે ખરાબામાં ભઠ્ઠી ચલાવતા આરોપીને પકડી લેવામાં આવ્યો છે.
મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ તથા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેરના વિરપર ગામ પાસેના વિસ્તારોમાં દેશી દારૂ બનાવવાની ગેરકાયદેસર ભઠ્ઠીઓ ઉપર બે અલગ-અલગ દરોડા કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ દેશી દારૂની ભઠ્ઠી ઉપરની રેઇડ બાબતે પ્રાપ્ત વિગતો અનુસાર, વિરપર ગામની સોરસગો સીમમાં આવેલ મનિષ ઉર્ફે મનોજ રામજીભાઇ મકવાણા નામના શખ્સે પોતાની વાડીના શેઢે ગેરકાયદેસર રીતે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હતો, ત્યારે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે રેઇડ કરી, સ્થળ ઉપરથી ૨૬૦૦ લીટર દારૂ બનાવવાનો ઠંડો આથો કિ.રૂ.૬૫,૦૦૦/-, ૨૭૫ લીટર તૈયાર દેશી દારૂ કિ.રૂ. ૫૫,૦૦૦/-, તેમજ દારૂ બનાવવાની સાધન સામગ્રીમાં એલ્યુમિનિયમ બકડીયુ, ગેસ ચુલા, ગેસના બાટલા, સ્ટીલ પાટલી વગેરે મળી કુલ રૂ.૧,૩૧,૮૦૦/- નો મુદ્દામાલ ઝડપાયો હતો. રેઇડ દરમિયાન આરોપી મનિષ ઉર્ફે મનોજ રામજીભાઈ મકવાણા રહે. વિરપર(માટેલ) વાળો સ્થળ ઉઓર હાજર ન હોય જેથી તેને ફરાર દર્શાવી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
બીજા દરોડામાં, વાંકાનેર તાલુકાના વિરપર અને માટેલ ગામની વચ્ચેના વડીયા વિસ્તારની ખરાબામાં દેશી દારૂની ગેરકાયદેસર ભઠ્ઠી ચાલુ હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે રેઇડ કરી હતી, જ્યાં ૬૦૦ લીટર ઠંડો આથો કિ.રૂ. ૧૨,૦૦૦/- અને ૨૦ લીટર તૈયાર દેશી દારૂ કિ.રૂ. ૪,૦૦૦/- મળી કુલ રૂ.૧૬,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સ્થળેથી આરોપી વરસીંગભાઈ મંગાભાઈ દેકાવાડિયા ઉવ.૩૧ રહે. વિરપર તા.વાંકાનેર વાળાને ઝડપી લઈ તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી