મોરબી જિલ્લામાં સમયાંતરે અવાર-નવાર દેશી તથા વિદેશી દારૂ ઉપર પોલીસ તંત્ર દ્વારા ધોંસ બોલાવી, મુદ્દામાલ સાથે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. છતાં આરોપીઓ બેફામ બનીને મદિરા પાન કરવાના માર્ગ શોધી લે છે, પરંતુ પોલીસની બાજ નજરથી નથી બચી શકતા. ત્યારે પોલીસે મોરબીનાં લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ એક રહેણાંક મકાનમાં રેઈડ કરી વિદેશી દારૂનો પકડી પાડ્યો છે. જયારે આરોપી સ્થળ પર હાજર મળી ન આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજનના પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડીવીજન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે, રફીકભાઇ અબ્દુલભાઇ સેડાત (રહે.લાતી પ્લોટ શેરી નં ૧૩ મોરબી) પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી ઈંગ્લીસ દારૂની બોટલોનુ વેચાણ કરે છે, જે હકિકતનાં આધારે રેઇડ કરતા આરોપીનાં રહેણાંક મકાને હાજર નહી મળી આવેલ જેથી રહેણાંક મકાનમા તપાસ કરતા ઇગ્લીશદારૂની ૭૬ બોટલનો રૂ.૨૫૮૯૦/- નો મુદામાલ મળી આવતા પોલીસે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.