મોરબીની આરાધના સોસાયટીમાં થયેલ વૃદ્ધની હત્યા મામલે સંડોવાયેલ આરોપીને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી લીધા બાદ કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવ્યા છે.
મોરબીના શનાળા રોડ પર આવેલ આરાધના સોસાયટીમાં રહેતા વૃદ્ધ દિનેશભાઈ મહેતા ઘરમાં થોડા સમય અગાઉ એકલા હતા. વૃદ્ધ એકલા હોય જેનો લાભ લઈને ચોરી કરવાના ઇરાદે પાડોસી કલ્પેશ ઉર્ફે ઘોઘો કણઝારીયા ઘરમાં ઘુસ્યો હતો. ચોરી માટે આરોપીએ ઘર ફંફોળ્યા બાદ દાગીના કે રોકડ ન મળતા આરોપીએ વૃદ્ધ દીનેશભાઈને બોથડ પદાર્થ અને તિક્ષ્ણ હથિયારથી ઘા મારતા દિનેશભાઈનું મોત નીપજ્યું હતું. જે મામલે અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા મૃતકના દીકરી નિમિષાબેન વિરલભાઇ શાહે મોરબી સિટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને પગલે પોલીસે ગુન્હો નોંધી પીઆઇ જે.એમ.આલે તપાસ ચલાવી હત્યાને અંજામ આપનાર આરોપી કલ્પેશ ઉર્ફે ઘોઘાભાઈ મૂળજીભાઈ કંઝારીયાને દબોચી લીધો હતો. આરોપીની ધરપકડ બાદ આગળની કાર્યવાહી અર્થે પોલીસે આરોપીને કોર્ટમાં હાજર કરી રિમાન્ડ મેળવ્યા છે.