મોરબીના જુના ઘુંટુ રોડ નજીક સોનાકી સિરામીક પાસે કાર ઉપર કન્ટેનર પડતાં કારમાં સવાર ટંકારાના પતિ-પત્નીનું દબાઈ જતા કરૂણ મોત થયું હતું. ત્યારે મૃતક દંપતીના મૃતદેહ મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈ મોરબી તાલુકા પોલીસ દ્વારા અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરાઈ છે.
મોરબી તાલુકાના જુના ઘુંટુ રોડ પર સોનાકી સિરામીક પાસે કાર ઉપર કન્ટેનર પડવાની ગંભીર દુર્ઘટનામાં દંપતીના મોતની ઘટનામાં મળતી માહિતી મુજબ, મૃતક તરીકે મનસુખભાઇ મનજીભાઇ કુઢીયા ઉવ.૪૫ અને તેમના પત્ની મંજુબેન મનસુખભાઇ કુઢીયા ઉવ.૪૦ બન્ને રહે. ટંકારા હોવાનું અને ગઈકાલ તા.૨૨/૧૨/૨૦૨૫ના રોજ બપોરે ૨:૪૫ વાગ્યા પૂર્વે કોઈ પણ સમયે જુના ઘુંટુ રોડ પર ફોરવ્હીલ કાર ઉપર અચાનક કન્ટેનર પડી જતા કારમાં સવાર દંપતી દબાઈ ગયા હતા. અકસ્માતમાં બંનેને ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બાદમાં અરવિંદભાઇ દ્વારા બન્ને મૃતદેહોને મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા. આ સમગ્ર બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ દ્વારા અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.









