વાંકાનેરના અરણીટીંબા ગામના પાટિયા નજીકથી 15 લીટર દિશી દારૂના જથ્થા સાથે બાઈક ચાલક અને મોરબીના શકતશનાળા નજીકથી ૧૭૦ લીટર દેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના પાટીયા નજીકથી બાઈકમા દેશી દારૂનો જથ્થો ભરી વેચાણ કરવા નીકળેલ નટુભાઇ સોમાભાઇ વીરસોડીયા (ઉ.વ-૪૩ રહે-સીંધાવદર તા-વાંકાનેર જી-મોરબી)ને પોલીસે ઝડપી લીધો હતો. વાંકાનેર પોલીસે આ શખ્સના કબજામાંથી દારૂ જેવુ કેફી પ્રવાહી લીટર -૧૫ કી.રૂા.૩૦૦ તથા હીરો કંપનીનુ સ્પેલન્ડર નંબર વગર બાઈક કિ.રૂ.૩૫,૦૦૦ના સહિત કિ.રૂ.૩૫.૩૦૦ના મુદામાલ સાથે ઝડપી લઈ પ્રોહી એક્ટ કલમ કલમ ૬૫એ.એ,૯૮ મુજબ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
દારૂ અંગેના વધુ એક ગુન્હાની વિગત અનુસાર મોરબી શકતશનાળા નજીકની મુરલીધર હોટલ પાછળ મોરબી સીટી એ ડિવીઝન પોલીસે દારૂની બાતમી અંગે રેઇડ કરી હતી. આ રેઇડ દરમીયાન આરોપી ભુપતભાઇ નાગજીભાઇ વિકાણી (ઉ.વ.૩૨) નામના શખ્સને વેચાણ કરવા અર્થે રાખેલ દારૂ લી.૧૭૦ કિ.રૂ.૩૪૦૦ નો મુદામાલ ઝડપી લીધો હતો. પોલીસે દારૂનો જથ્થો કબ્જે કારી આરોપી ભુપતને ઝડપી લઈ તેની વિરુદ્ધ પ્રોહી કલમ-૬૫.ઇ. મુજબ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.
- મોરબીના જુના બસસ્ટેન્ડ પાસેથી એક બાટલી દારૂ સાથે નીકળેલ શખ્સ ઝબ્બે
મોરબીના જુના બસસ્ટેન્ડ પાસેથી મેકડોલ નં ૦૧ ઓરીજનલની એક બોટલ દારૂ લઈ નીકળેલ આરોપી જયરાજસિંહ લાખુભા જાડેજા (ઉ.વ.૨૮ ધંધો.વેપાર રહે.શક્તશનાળા નીતીનનગર સોસા ટાવરની બાજુમા મોરબી)ને મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ઝડપી લઈ દારૂની બાટલી કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહી કલમ-૬૫,એ,એ, ૧૧૬(બી) મુજબ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.