Sunday, September 8, 2024
HomeGujaratરાજકોટમાં પ્રતિબંધિત 227 પેકેટ વિદેશી સિગારેટનો જથ્થો પોલીસ દ્વારા જપ્ત કરાયો

રાજકોટમાં પ્રતિબંધિત 227 પેકેટ વિદેશી સિગારેટનો જથ્થો પોલીસ દ્વારા જપ્ત કરાયો

રાજકોટ શહેરમાં પોલીસ કમિશ્નર દ્વારા ગેર કાયદેસર રીતે વિદેશી સિગારેટોનું વેચાણ કરતા ઈસમોને પકડવા જુંબેશ ચલાવવા સુચના કરતા એસ.ઓ.જી.પીઆઇ જે. ડી.ઝાલા તથા એ ડિવિઝન પીઆઇ સી.જી.જોષીના માર્ગદર્શન હેઠળ એસઓજી પીએસઆઈ ડી.બી.ખેર તથા એ ડિવિઝન પીએસઆઈ.ટી.ડી.ચુડાસમા એસ.ઓ.જી. સ્ટાફ તથા એ ડિવિઝનના સ્ટાફે ગેરકાયદેસર રીતે વિદેશી સિગારેટનું વેચાણ કરવા વાળા ઈસમોને શોધી કાઢવા માટે જુંબેસ હાથ ધરેલ હતી. જે અંતર્ગત ખાનગી રાહે ચોકકસ હકીકતના આધારે ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

જેમાં પોલીસે કાલાવડ રોડ પર આવેલ રવિસાગર પાન, એસ્ટ્રોન ચોક માં આવેલ પ્યાસા પાન અને ક્રુષ્ણનગર મેઇન રોડ પર આવેલ વિશાલ સેલ્સ એજન્સી માં દરોડા પાડી ભરત ધરમદાસ ગ્રીગલાણી, કનૈયાલાલ જામદાસ કેસરીયા અને અનિલભાઈ મોહનભાઈ પાનસુરીયા નામના ધંધાર્થીઓને દબોચી લઈ તેમની પાસેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી સીગારેટના કુલ 227 પેકેટ ઝડપી પાડી જેની કિમત રૂ.31,360નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ પર કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!