Tuesday, November 26, 2024
HomeGujaratહળવદના ચરાડવા ગામે થયેલ હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લેતી પોલીસ

હળવદના ચરાડવા ગામે થયેલ હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી લેતી પોલીસ

હળવદના ચરાડવા ગામેં તાજેતરમાં કેનાલમાંથી મળેલ લાશ પ્રકરણમાં પોલીસે ઊંડી તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં હત્યારાને ઝડપી લીધો છે.

- Advertisement -
- Advertisement -

હળવદ તાલુકાના ચરાડવા ગામના સમલી રોડ ઉપર આવેલ નર્મદા કેનાલમાંથી અર્ધ સળગાવેલી હાલતમાં લાશ મળી હતી જેની તાપસ દરમિયાન કેશવાભાઈ ભાવસિંગભાઈ પસાયાની કોઈ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથીયાર વડે ઈજાઓ કરી સળગાવી હત્યા નિપજાવી હોવાનું ખુલ્યું હતું.આ પ્રકરણમાં હળવદ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં .૭૫૨૮૨૧ ઈ.પી.કો.કલમ ૩૦૨ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ પ્રકરણ આરોપીને ઝડપી લેવા રેન્જ ડિ.આઈ.જી.પી. સંદિપસિહ તથા એસપી સુબોધ ઓડેદરાએ આ ગુન્હાને સત્વરે ડિટેક્ટ કરવા સુચના આપેલ હોય જેને પગલે મોરબી જીલ્લા એલ.સી.બી.તથા હળવદ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવા માટે સઘન તપાસ શરૂ કરાય હતી. જેમા ટેકનિકલ સેલ , સી.સી , ટી.વી . ફુટેજ તથા હ્યુમન રીસોસીસની મદદથી સદર ગુનો શોધી કાઢવામા સફળતા સાંપડી છે. હત્યાના આરોપી ઝીણાભાઈ ઉર્ફે ઝીણો શંકરભાઈ ધાણક (રહે . કલબકેડીયા તા.જી.છોટાઉદેપુર)એ મૃતકને કુહાડીના ઘા ઝીંકી સળગાવી મોત નિપજાવ્યુ હોવાનું કબુલ્યું હતું જેથી પોલીસે આરોપીને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કામગીરી દરમિયાન પીઆઇ વી.બી.જાડેજા, વિ.એલ.પટેલ, એ.એ.જાડેજા, પીએસઆઇ આર.બી.ટાપરીયા , પીએસઆઇ એન.બી.ડાભી વી.આર.શુક્લા , તથા હળવદ પો.સ્ટેના તેજપાલસિહ ઝાલા , જીતેન્દ્રભાઈ કડીવાલ . વિપુલભાઈ ભદ્રાડિયા , કિશોરભાઈ સોલગામા , દેવાયતભાઈ બાળા , મનસુખભાઈ ચાવડા , ઉપેન્દ્રસિંહ પરમાર , હરવિજયસિંહ ઝાલા , કિરીટભાઈ જાદવ , ભરતભાઈ આલ , પ્રફુલભાઈ સોનગ્રા તથા કોન્સ્ટેબલ ભરતભાઈ જીલરીયા , દશરથસિંહ પરમાર , સંજયભાઈ પટેલ , નિરવભાઈ મકવાણા , સહદેવસિંહ જાડેજા , ફુલીબેન સહિતના હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!