મોરબી અધિક ક્લેક્ટર દ્વારા અગાઉ પણ મકાન ભાડે આપવા માટે જાહેરનામું બહાર પડાયું છે જેમાં મકાન માલિકે પરપ્રાંતીય લોકોને મકાન ભાડે આપતા પહેલા જે તે વિસ્તારના પોલીસ મથકને ભાડુઆત ની વિગત સાથે જાણ કરવાની હોય છે.છતાં પણ અમુક લોકો દ્વારા જાહેરનામા નો ઉલંઘન કરવામાં આવી રહ્યું છે એવા જ એક મકાન માલિક વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
જેમાં મોરબીના નવલખી રોડ લાયન્સ નગર ખાતે રહેતા જયેશભાઇ જીવણભાઈ જુંજા નામના મકાન માલિકે પોલીસ મથકમાં જાણ કર્યા વગર પર પ્રાંતીય ઇસમને છેલ્લા એક વર્ષથી મકાન ભાડે આપેલ હોય જે મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે મકાન માલિક વિરૂદ્ધ ગુનો દાખલ કરી ને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.