Friday, January 10, 2025
HomeGujaratધાંગધ્રામા સ્વતંત્રતા દિવસની ઉજવણીને અનુસંધાને પોલીસ મથકો અને કચેરીઓ રોશનીથી ઝળહળી ઉઠી

ધાંગધ્રામા સ્વતંત્રતા દિવસની ઉજવણીને અનુસંધાને પોલીસ મથકો અને કચેરીઓ રોશનીથી ઝળહળી ઉઠી

સમગ્ર ભારતમાં 15 ઓગસ્ટ, 2024 ગુરૂવારના રોજ ૭૮મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે. જેને લઈને હાલ જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. સ્વતંત્રતા દિવસના આ અવસર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શાળાઓમાં પણ દેશભક્તિને લઈને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સ્વતંત્રતા દિવસ દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ત્યારે 15 ઓગસ્ટ અનુસંધાને ધાંગધ્રા ડિવિઝન ઓફિસ, ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન અને ધાંગધ્રા તાલુકો પોલીસ સ્ટેશનમાં શણગાર કરવામાં આવ્યું છે. અને તમામ કચેરીઓ તિરંગાના રંગે રંગાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે થતી કાર્યવાહીમાં લોકોને સહકાર આપવા અપીલ કરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!