મોરબી તાલુકાના ઘુટુ ગામે જનકપુરી સોસાયટીના ચોકમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપત્તાના પાના વડે તીનપત્તિનો જુગાર રમતા રમેશભાઈ લાલજીભાઇ અદગામા ઉવ.૪૫, વાલજીભાઈ કરશનભાઈ પરેચા ઉવ.૫૦, રવિભાઈ રમેશભાઇ અદગામા ઉવ.૨૫, પ્રવિણભાઈ રમેશભાઈ દતેસરીયા ઉવ.૨૯, જયસુખભાઇ ચુનીલાલ સુરેલા ઉવ.૨૭, દેવજીભાઈ રમેશભાઇ વિઝવાડીયા ઉવ.૨૫, જગદીશભાઈ દયારામભાઈ અદગામા ઉવ.૨૫ સાતેય રહે. ઘુટુ ગામ તથા પીયુષભાઈ દયારામભાઇ સોરીયા ઉવ.૨૮ રહે. કાન્તિજ્યોત-ઈ ઉમા ટાઉનશીપ મોરબી-૨ વાળાને તાલુકા પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા, આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૩૭,૫૮૦/- સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.