મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાથ ઉછીના રૂપિયા પરત આપવાની ધમકીથી કંટાળી પ્રૌઢે ફિનાઇલ પી લેતા સારવારમાં ખસેડાયા હતા. જ્યારે હળવદ પોલીસ સ્ટેશનમાં નવા ઇશનપુર ગામે મોબાઇલ ખોવાઈ જવાના બનાવ અંગે જાણવાજોગ એન્ટ્રી નોંધાઈ છે. બન્ને બનાવોમાં પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં શ્રીજીપાર્ક-રવીપાર્કની બાજુમાં વાવડી રોડ વિસ્તારમાં રહેતા ફારુકભાઈ મોહમદભાઈ ગલેરીયા ઉવ.૫૧ દ્વારા ફિનાઇલ પી લેવાનો બનાવ નોંધાયો છે. ત્યારે જાહેર કરનાર તેમના પત્ની રોશનબેન મુજબ ફારુકભાઈએ એક વર્ષ અગાઉ આદિલભાઈ રહે.શ્રીજીપાર્ક-રવીપાર્કની બાજુમાં વાવડી રોડ વાળા પાસેથી એક લાખ રૂપિયા ઉછીના લીધા હતા, જેમાંથી અડધા રૂપિયા પરત કર્યા બાદ બાકી રકમ મંદીના કારણે ચૂકવી શક્યા નહોતા. ત્યારે બાકી રકમ માટે સતત ફોન પર ધમકીઓ મળતાં તેઓ માનસિક રીતે કંટાળી ગયા અને પોતાના ઘરે ફિનાઇલ પી લીધું હતું. ઘટનાને પગલે તેમને બેભાન હાલતમાં સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે બાબતે પોલીસે જાણવાજોગ નોંધ કરી છે.
મોરબી અને હળવદમાં બે અલગ-અલગ બનાવો અંગે પોલીસે જાણવાજોગ નોંધ કરી
જ્યારે બીજા જાણવા જોગ નોંધની મળતી વિગતો અનુસાર, હળવદ તાલુકાના નવા ઇશનપુર ગામે મોબાઇલ ખોવાઈ જવાનો બનાવ નોંધાયો છે. જેમાં જાહેર કરનાર હસમુખભાઈ કાળુભાઈ કણઝરીયા ગામમાં આંટો મારવા ગયા હતા તે દરમિયાન શર્ટના ખિસ્સામાં રાખેલો POCO C71 મોબાઇલ કિ.રૂ.૬,૫૦૦ ક્યાંક પડી જતાં ગુમ થઈ ગયો હતો. જેથી હળવદ પોલીસે જાણવા જોગ એન્ટ્રી કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.









