મોરબી સહિત રાજ્યનાં ૩૬ શહેરોમાં મીની લોકડાઉનની મુદ્દતમાં ૩ દિવસનો વધારો કરવામાં આવ્યો છે ત્યારે કલેકટર દ્વારા પણ આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પોલીસ દ્વારા જાહેરનામાંની ચુસ્ત અમલવારી કરાવવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે બુધવારે ૨૪ કલાક દરમ્યાન મોરબી જિલ્લામાંથી જાહેરનામાં ભંગ કરતાં ૫૨ લોકો વિરુદ્ધ પોલીસે જાહેરનામા ભંગની વિવિધ કલમો હેઠળ કડક કાર્યવાહી કરી હતી. જેમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મીની લોકડાઉન દરમ્યાન વાસણની દુકાન ખુલ્લી રાખતા ૧ દુકાનદાર સામે, જવેલર્સની પેઢી ખુલ્લી રાખતાં ૧ વેપારી સામે, સોશિયલ ડિસ્ટન્સનાં જાહેરનામાંનો ભંગ કરી વધુ પેસેન્જર બેસાડતા ૧ રિક્ષાચાલક સામે, માસ્કવિના જાહેરમાં નીકળેલા ૧ રાહદારી સામે તથા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેરનામાં વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડવા બદલ ૪ રિક્ષાચાલક સામે, મીની લોકડાઉનના નિયમભંગ કરી આવશ્યક ચીજ વસ્તુની યાદીમાં ન આવતા હોવા છતાં દુકાન ખુલ્લી રાખતા ફૂટવેરના ૧ વેપારી સામે, વધુ ગ્રાહકો એકઠા કરતા પ્રોવિઝન સ્ટોરના ૧ સંચાલક સામે, માસ્કવિના જાહેરમાં નીકળેલા ૪ રાહદારી તથા ૩ બાઈકચાલક સામે, રાત્રી કરફ્યૂનો ભંગ કરતાં ૧ રાહદારી સામે, ૨ રિક્ષાચાલક સામે અને મોરબી તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં માસ્કવિના તથા સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરી વધુ પેસેન્જર બેસાડતા ૮ રિક્ષાચાલક સામે, માસ્કવિના વેપાર કરતા તથા વધુ ગ્રાહકો એકઠા કરતા કોલ્ડડ્રિન્કના ૧ ધંધાર્થી સામે, ૧ મોબાઇલની દુકાનદાર સામે જ્યારે વાંકાનેર સીટી પોલીસે માસ્કવિના જાહેરમાં નીકળીને તથા માસ્ક ન પહેરવાનો દંડ આપવાની આનાકાની કરતાં ૪ રાહદારી સામે, માસ્કવિના દુકાને બેસીને વેપાર કરતા તથા ગ્રાહકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં નિષ્ફળ રહેલા ૧ પ્રોવિઝન સ્ટોરનાં સંચાલક સામે, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નિયમ વિરુદ્ધ વધુ પેસેન્જર બેસાડી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા ૩ રિક્ષાચાલક સામે, ૨ ઇકો કારના ચાલક સામે તથા ટંકારા પો.સ્ટે. વિસ્તારમાં સોશિયલ ડિસ્ટનસનો ભંગ કરી વધુ પેસેન્જર બેસાડતા ૪ રિક્ષાચાલક સામે જ્યારે હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાચની દુકાનમાં વધુ ગ્રાહકો એકઠા કરવા બદલ એક દુકાનદાર સામે, ઇલેક્ટ્રિકના સામાનની ૧ દુકાનધારક સામે, કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર તથા માસ્કવિના રીક્ષા ચલાવતા ૧ રીક્ષાચાલક સામે અને માળીયા મિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં માસ્ક વિના દુકાને બેસીને તથા કોવિડ ટેસ્ટ કરાવ્યા વગર વેપાર કરતાં ફૂટવેરના ૧ વેપારી સામે, પીપરમેન્ટની દુકાન ધરાવતા ૧ એજન્સી સંચાલક સામે, શાકભાજીના ૧ ધંધાર્થી સામે, અન્ય ૨ પરચુરણ દુકાનદારો સામે જાહેરનામા ભંગની વિવિધ કલમો હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી હતી.