Sunday, August 31, 2025
HomeGujaratમોરબી-વાંકાનેરમાં જુગાર વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી : સાત દરોડામાં પાંચ મહિલા સહિત...

મોરબી-વાંકાનેરમાં જુગાર વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી : સાત દરોડામાં પાંચ મહિલા સહિત ૧૫ જુગારી ઝબ્બે

મોરબી અને વાંકાનેર પોલીસ દ્વારા જુગારના અલગ અલગ સાત દરોડામાં પાંચ મહિલા સહિત ૧૫ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં જુદા જુદા સ્થળોએ વર્લી ફીચર અને તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ પાસેથી રોકડ રકમ સાથે જુગાર સાહિત્ય મળી કુલ રૂ.૧૪,૭૬૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

- Advertisement -
- Advertisement -

મોરબી અને વાંકાનેર પોલીસ સતત જુગાર વિરુદ્ધ કડક અભિયાન ચલાવી રહી છે. ત્યારે ગઈકાલ તા.૩૦/૦૮ના રોજ એક જ દિવસમાં પોલીસની અલગ અલગ ટીમોએ મોરબી શહેર અને તાલુકામાં તથા વાંકાનેર ટાઉન અને ગ્રામ્યમાં જાહેર સ્થળોએ જુગાર રમતા લોકોને રંગેહાથ પકડી પાડ્યા હતા.

જુગારના પ્રથમ દરોડામાં વાંકાનેર તાલુકા રાતાવીરડા ગામ નજીક પરબતભાઈ કાળુભાઈ ઉકેડીયા ઉવ.૪૨ રહે. રાતાવિરડા વાળા કલર સીરામિક પાસે જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ.૪૦૦/- તથા વર્લી ફીચર્સના આંકડાનો જુગાર રમવાનું સાહિત્ય સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

બીજા દરોડામાં પરસોતમભાઈ ટીકુભાઈ પરમાર ઉવ.૪૫ રહે. મકનસર વાળા સનસેરા સીરામિક પાસે જાહેરમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા ઝડપાયા હતા. વાંકાનેર તાલુકા પોલીસે તેની પાસેથી રોકડા રૂ.૩૦૦/- તથા જુગાર રમવાનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે.

જ્યારે ત્રીજા દરોડામાં ચેતનભાઈ સોમાભાઈ ઠાકોર ઉવ.૨૩ રહે. સરતાનપર મુળરહે.સુરેલ જી.સુરેન્દ્રનગર વાળા સરતાનપર ચોકડી નજીક જુગાર રમતા ઝડપાયા. તેની પાસેથી વાંકાનેર તાલુકા પોલીસે રોકડા રૂ.૩૨૦/- તથા વર્લી ફીચર્સના આંકડાનો જુગાર રમવાનું સાહિત્ય કબજે લેવામાં આવ્યું હતું.

આ ઉપરાંત મોરબીના વીશીપરા, અમરેલી રોડ વિસ્તારના ભવાનીનગર રોડ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ મહિલા સહિત ૮ વ્યક્તિઓ ઝડપાયા હતા જેમાં બેચરભાઈ ખેંગારભાઈ ધોળકીયા ઉવ.૪૫, નવઘણભાઈ લાભુભાઈ દારોદ્રા ઉવ.૨૮, કિશનભાઈ સુખાભાઈ હળવદીયા ઉવ.૩૮, શારદાબેન મનુભાઈ ભોજવીયા ઉવ.૪૫, ચંપાબેન ચંદુભાઈ શેખાણી ઉવ.૫૦, જોશનાબેન વિનોદભાઈ ભોજવીયા ઉવ.૩૦, સોનલબેન ધનજીભાઈ કુરીયા ઉવ.૩૧, રંજનબેન ભરતભાઈ ભોજવીયા ઉવ.૪૩ તમામ રહે. વીશીપરા ભવાનીનગર મોરબી વાળાને તીનપત્તિનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે બી ડિવિઝન પોલીસે રોકડા રૂ.૧૨,૬૫૦/- જપ્ત કરવામાં આવ્યા છે.

આ સિવાય મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપી ઇબ્રાહીમભાઈ મામદભાઈ જુણાજ ઉવ.૫૩ રહે. મોરબી ઘાંચી શેરી વાળાને જુના બસ સ્ટેન્ડ નજીક મચ્છી પીઠ રોડ પાસે વર્લી ફીચરનો જુગાર રમતા ઝડપી લઈ તેની પાસેથી રોકડા રૂ.૫૪૦/- તથા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જ્યારે શહેરના વાઘપરાના નાકા પાસે વર્લી મટકાનો જુગાર રમતા જીવરાજભાઈ શંકરભાઈ ધામેચા ઉવ.૪૭ રહે.રણછોડનગર, મોરબીવાળાને રંગેહાથ ઝડપી લઈ સીટી એ ડિવિઝન પોલીસે આરોપી પાસેથી રૂ.૭૫૦/- ન8 રોકડ રકમ જપ્ત કરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા આરોપી પ્રકાશભાઈ નારણભાઈ નાગદેવ ઉવ.૩૫ રહે. જેલ રોડ મોરબીવાળાને શહેરના ગાંધીચોક પાસે જાહેરમાં વર્લી ફીચરના આંકડાઓ ઉપર જુગાર રમી રમાડતા ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે રોકડા રૂ.૨૦૦/- તથા વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાનું સાહિત્ય સહિતનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો છે.

મોરબી જીલ્લા પોલીસ ટીમ દ્વારા કુલ સાત દરોડામાં કુલ રોકડ રકમ રૂ.૧૪,૭૬૦/- કબ્જે લઈ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!