Saturday, February 21, 2026
HomeGujaratમોરબીમાં બોરીચાવાસમાં હત્યા કેસની તપાસ માટે ગયેલ પોલીસને રહેણાંકમાંથી બિયરના ૨૨ ટીન,...

મોરબીમાં બોરીચાવાસમાં હત્યા કેસની તપાસ માટે ગયેલ પોલીસને રહેણાંકમાંથી બિયરના ૨૨ ટીન, શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા

બિયરની હેરાફેરીમાં ઉપયોગ કરેલ બુલેટ, મોબાઈલ તેમજ શંકાસ્પદ મકાન, પ્લોટના દસ્તાવેજો પોલીસે કબ્જે કર્યા.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં લીલાપર રોડ ઉપર બોરીચાવાસમાં આવેલ રહેણાંક મકાનમાંથી બિયરના ૨૨ નંગ ટીન મળી આવ્યા હતા. આ સાથે સીટી એ ડિવિઝન પોલીસે બિયરના જથ્થા સહિત બુલેટ મોટર સાયકલ, એક મોબાઇલ તથા અલગ અલગ દસ્તાવેજો સાથે લિસ્ટેડ આરોપીની અટકાયત કરી હતી.

મળતી વિગતો મુજબ, મોરબી શહેરના લીલાપર રોડ ઉપર યદુનંદન ગૌશાળા પાછળ આવેલ બોરીચાવાસના રહેણાંક મકાને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડતી કાર્યવાહી કરવામાં આવી હતી, આ કાર્યવાહી દરમિયાન ઘરમાંથી કિંગફિશરના ૨૨ નંગ ટીન કિ.રૂ.૩,૯૬૦/-મળી આવતા તુરંત લિસ્ટેડ આરોપી ભરતભાઇ ઉર્ફે બી.કે. કાળુભાઇ ગોગરા ઉવ.૪૩ ની અટકાયત કરવામાં આવી હતી. આ સાથે પકડાયેલ આરોપીની પૂછતાછમાં આ બોયરનો જથ્થો વીસીપરામાં રહેતા રમજાન ઓસમાણભાઈ મોવર પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપી હતી. આ સાથે પોલીસે બિયરની ગેરકાયદેસરની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ બુલેટ તથા એક મોબાઇલ સહિત રી.૧,૧૮,૯૬૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વધુમાં, ઘરની ઝડતી દરમિયાન, ઘરમાંથી અલગ અલગ ૮ દસ્તાવેજો મળી આવ્યા હતા, જે તમામ દસ્તાવેજો પણ તપાસના કામે કબ્જે લીધા હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ પોલીસે ઉપરોક્ત બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી હાજર નહીં મળી આવેલ આરોપીની શોધખોળ શરૂ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!