હળવદ ના ટિકર નજીક ના રણ માં મોરબી જિલ્લા પોલીસ માં ફરજ બજાવતા પોલીસ જવાન ના માતાજી ના દર્શનાર્થે જતા પરિવાર ની કાર પલટી મારી જતા પોલીસ જવાન નું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા .
મળતી માહિતી અનુસાર મોરબી જિલ્લા ના માળીયા(મી.)ખાતે ફરજ બજાવતા પોલીસ જવાન સગરામભાઈ કુકાભાઇ ગોલતર અને વજાભાઈ સુંડાભાઇ ગોલતર, ભીમાભાઈ બાલુભાઈ ગોલતર અને બલવા ભાઈ માત્રા ભાઈ ગોલતર નામના એક જ પરિવાર ના ચાર સભ્યો પોતાની GJ 13 AM 6773 નમ્બર ની અલ્ટો કાર લઈને હળવદ ના માનગઢ થી ટિકર ના રણ માં આવેલ સુરેલ શક્તિ માતાજી ના દર્શનાર્થે નીકળ્યા હતા જ્યાં માતાજી ના દર્શન કર્યા બાદ ત્યાંથી રણ માં જ આવેલ વાંચડા દાદા ના મન્દિર એ દર્શન કરવા જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક કાર નું ટાયર ફાટતા કાર પલટી મારી ગઈ હતી જેથી કાર માં સવાર ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં પોલીસ જવાન સગરામભાઈ કૂકાભાઈ ગોલતર ની હાલત ગંભીર જણાતા તેઓને મોરબી સિવિલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા પરંતુ મોરબી ખાતે પહોંચે એ પહેલાં રસ્તા માં સગરામ ભાઈ નું મોત નીપજ્યું હતું તથા કાર માં સવાર અન્ય ત્રણ ઈજાગ્રસ્ત હાલ માં સારવાર હેઠળ છે .
માળીયા માં ફરજ બજાવતા મૃતક પોલીસ જવાન સગરામભાઈ ના અચાનક મોત ના સમાચાર સાંભળતા સમગ્ર ભરવાડ સમાજ તથા મોરબી પોલીસ બેડા માં શોક વ્યાપી ગયો હતો તથા આવતી કાલે સવારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા મૃતક પોલીસ જવાનને વતન હળવદ તાલુકા ના માનગઢ ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માનપૂર્વક અંતિમ વિદાય આપવામાં આવશે .