મોરબીમાં ગઈકાલે જન્માષ્ટમી નિમિતે નંદોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કીનો ગનગનભેદી નાદ ગુંજયો હતો. ઠેરઠેર મટકી ફોડ કરીને નંદલાલાના જન્મોત્સવના હર્ષભેર વધામણાં કરાયા હતા. જે દરમિયાન પોલીસ કર્મીનો બોડી વોર્ન કેમેરો ખોવાયો હોવાના અહેવાલ સામે આવ્યા છે.
મોરબી સીટી એ ડીવીજન પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જુના બસસ્ટેશન પાસે ગઇકાલે જનમાષ્ટમીની શોભાયાત્રા દરમિયાન એક પોલીસ કર્મચારીનો સરકારી બોડી વોર્ન કેમેરો જનમેદનીના કારણે બોડી ઉપરથી નીચે પડી ગયેલો હતો અને શોધખોળ કરવા છતા મળેલ નથી તો જાહેર જનતાને મોરબી પોલીસ તરફથી નમ્ર અપીલ છે કે નીચે દર્શાવેલ ફોટાવાળો કેમેરો જો કોઇને મળી આવ્યો હોય અથવા કોઇ પાસે હોવાની જાણકારી હોય તો મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના નં. ૦૨૮૨૨૨૩૦૧૮૮ અથવા ૯૯૭૯૦૦૯૫૬૯ ઉપર સંપર્ક કરવા વિનંતી છે.