વાંકાનેર તાલુકાના મેસરિયા નજીક હત્યા કરાયેલી હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો ચર જેમાં પોલીસને આ મરણ જનારની કોઈ માહિતી મળી નથી કે ઓળખ થઈ નથી જેમાં મરણ જનાર વ્યક્તિ એક અજાણ્યો પુરુષ ઉ.વ. આશરે ૩૫ થી ૪૦ વર્ષ વાળાને કોઇ અજાણ્યા ઇસમે કોઇ અગમ્ય કારણોસર માથાના પાછળના ભાગે સખ્ત અને બોથડ પદાર્થથી માર મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવેલ હોય, મરણ જનારે શરીરે ઓછા દુધીયા રંગનો આખી બાયનો શર્ટ અને કાળુ જીન્સનું પેન્ટ પહેરેલ છે. ગળામાં સફેદ દોરાનું તાવીજ પહેરેલ છે. માથાના વાળ કાળા છે. આછી બાળી દાઢી છે. ઉંચાઇ આશરે પ•૪ છે. વાને ઘઉં વર્ણો છે. સદરહુ મરણ જનારના વાલી વારસ મળી આવેલ ન હોય, અજાણ્યા પુરુષના વાલી વારસ બાબતેની કોઇપણ માહિતી મળે વાંકાનેર તાલુકા પોલીસ મથકના થાના અધિકારી પીએસઆઇ આર.પી.જાડેજા મો.નં.૯૯૦૯૦ ૦૧૧૦ર અથવા વાંકાનેર તાલુકા પો.સ્ટે. ફોન નં.૦૨૮૨૮ ૨૨૦૬૬૫, મોબાઇલ નં.૮૨૦૦૫ ૩૪૮૩૪ મોબાઇલ નં.૯૯૭૪૧ ૯૯૯૯ર, મોબાઇલ નં.૯૩૭૪૧ ૭૯૫૩૩નો સંપર્ક કરવા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે તો બીજી બાજુ આ માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેવું પણ પોલીસ દ્વારા જાહેર કરાયેલી જાહેરાતમાં અપીલ કરવામાં આવી છે.