Monday, November 18, 2024
HomeGujaratમોરબી જિલ્લા તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓની વરણીને લઈને રાજકીય ગતિવિધિ તેજ :...

મોરબી જિલ્લા તેમજ તાલુકા પંચાયતના પદાધિકારીઓની વરણીને લઈને રાજકીય ગતિવિધિ તેજ : આજે સેન્સ લેવાઈ

ગુજરાતની છ મહાનગરપાલિકા તેમજ રાજ્યની જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓના આગામી અઢી વર્ષની ટર્મ માટે નવા સુકાનીઓની પસંદગી માટે આજથી ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા દરેક જિલ્લા મથકોએ સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે આજે મોરબીમાં પણ સેન્સ લેવાઈ રહીં છે

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પંચાયત તેમજ પાંચેય તાલુકા પંચાયતના હાલના હોદેદારોની 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા આજે મોરબી જિલ્લાની જિલ્લા પંચાયત તેમજ પાંચેય તાલુકા પંચાયતના નવા પ્રમુખ ઉપ પ્રમુખ તેમજ કારોબારી સમિતિના હોદેદારો માટે આજે સર્કીટ હાઉસ ખાતે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, ભાજપ આગેવાન ચંદ્રશેખર દવે, નિમુબેન બાંભણીયા સહિતના નેતાઓ દ્વારા સેન્સ લેવામાં આવી હતી. જેમાં ચુટાયેલા સદસ્યો દ્વારા વિવિધ હોદા માટે પોતાનો દાવો મજબુત કર્યો હતો. ત્યારે જનરલ સીટ પર પુરૂષ સીટ માટે દાવેદારની સંખ્યા વધારે હોવાથી તેના નામો પર મોવડી મંડળને વધારે કસરત કરવી પડે તેવી સંભાવના છે. આજે મોરબી જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયતના હોદેદારોના નામ એકત્ર કરી પક્ષ દ્વારા ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવનાર છે જ્યાંથી આખરી નિર્ણય આવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!