ચોમાસુ આવીને બેઠું છે અને નજીકના દિવસોમાં જ વરસાદ પણ આવશે. પરંતુ મોરબી નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ પ્રીમોનસુન કામગીરીની છડે ચોક પોલખૂલી ગઈ છે. વરસાદ આવ્યા પહેલા જ મોરબીની શાન નહેરુ ગેટમાં પાણી ભરાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે.
આગામી દિવસોની અંદર વરસાદી વાતાવરણ શરૂ થવાનું છે. ત્યારે વરસાદી વાતાવરણમાં વરસાદ શરૂ થાય તે પહેલા તમામ મહાનગર અને શહેરોની અંદર પ્રિમોન્સૂનની કામગીરી થતી હોય છે.
ત્યારે મોરબી પાલિકાએ પ્રીમોનસુન કામગીરી કરી હોવાની વાતોના મોરબીના નાગર દરવાજા ચોકમાં ધજાગરા ઉડી ગયા છે. વરસાદ આવ્યા પહેલા જ મોરબીની શાન નહેરુ ગેટમાં પાણી ભરાયાં છે. હજુ તો મોરબીમાં એક પણ વખત વરસાદ કે ઝાપટું પણ નથી આવ્યું ને ત્યાં નાગર દરવાજા ચોકમાં પાણી ભરાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. તેમજ નહેરુ ગેટમાં પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો ફરજિયાત આ પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે.
આ અંગે વારંવાર રજૂઆતો છતાં પાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા પાલિકાની બેદરકારી બાદલ લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. વગર વરસાદે આ હાલત છે તો વરસાદ આવશે તો શું હાલત થશે? તેવી લોકોમાં ચર્ચા થઇ રહી છે.