મોરબી સહિત રાજયભરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની કામગીરીનો ધમધમાટ પૂર્ણતાંના આરે છે ત્યારે મોરબીમાં ગ્રામપંચાયતની ચૂંટણીઓને લઈને મતપેટીઓ સહિતનું સાહિત્ય મોરબી રવાના કરાયું છે આ ઉપરાંત ફરજ પરના આધિકારીઓ, પોલીસ જવાનો પણ રવાના થયા છે.
મોરબી જીલ્લામાં 303 પૈકી 197 ગ્રામ પંચાયતોની ચૂંટણી આવતીકાલે યોજાશે. આવતીકાલે સવારથી જ યોજાનાર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ કામગીરીને આખરી ઓપ આપી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે મોરબી જીલ્લામાં કુલ 71 ગ્રામ પંચાયતો સમરસ થયા બાદ 197 ગામોની ચૂંટણી માટે આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં જીલ્લામાં કુલ 405 મતદાન બુથ જેમાંથી 100 સંવેદન સીલ મતદાન મથકો છે. મતદાન માટે કુલ 804 મતપેટીઓનો ઉપોયગ કરવામાં આવશે. જેમાં જિલ્લાના કુલ 3,49,237 મતદારો પોતાના મતદાન અધિકારનો ઉપયોગ કરી ઉમેદવારોનું ભાવિ બેલેટ પેપરમાં શીલ કરશે.
આ ચૂંટણીને લઈને જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થાય એ હેતુથી કુલ 2314 પોલીસ જવાન અને 74 આર.ઓ પોતાની ફરજ પર ખડેપગે રહેશે.