POSITIVE MIRROR : ATUL JOSHI : શારીરિક મર્યાદાઓ તમને સિદ્ધિના શિખરે પહોંચતા રોકી નથી શકતી એ સાબિત કરી દીધું છે દેશની પ્રથમ નેત્રહીન મહિલા IAS પ્રાંજલ પાટીલે
હા, મહારાષ્ટ્રના ઉલ્લાસનગરની રહેવાસી પ્રાંજલ જ્યારે છ વર્ષની હતી ત્યારે તેના કોઈ સહપાઠીએ તેને એક આંખમાં પેન્સિલ મારી દીધેલી. જેથી તેની તે આંખ જતી રહી. ડોકટરે તેના માતાપિતાને ચેતવ્યા હતા કે સાઈડ ઇફેક્ટના લીધે તેની બીજી આંખ પણ જઈ શકે છે. અને થોડા સમય પછી પ્રાંજલે બીજી આંખની રોશની પણ ગુમાવી પરંતુ તેના માતાપિતાએ તેને ખૂબ સપોર્ટ આપ્યો. તેની નેત્રહીનતાની સમસ્તને ક્યારેય તેના શિક્ષણ ઉપર હાવી થવા ન દીધી. પ્રાંજલને તેના માતાપિતા એ મુંબઈના દાદરમાં આવેલી કમલા મહેતા અંધજન સ્કૂલમાં ભણવા મૂકી. ત્યાં બ્રેઇન લિપિથી જ તે ભણી. પરીક્ષામાં તેને લહિયાની સમસ્યા સતાવતી છતાં તે ટોપ ઉપર જ રહેતી હતી
ધોરણ -10 અને 12 બન્નેમાં ખૂબ સારું પરિણામ આવ્યું. મુંબઈની પ્રખ્યાત સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી તે ગ્રેજ્યુએટ થઈ. ત્યારબાદ તે દિલ્હી આવી ગઈ અને જેએનયુમાં એમ.એ. કર્યું. 2015માં તેને એમ.ફિલ.ના અભ્યાસ સાથે જ UPSC ની તૈયારી પણ શરૂ કરી.
2016માં પ્રાંજલે પ્રથમ પ્રયત્નમાં જ 733 રેન્ક સાથે UPSC ક્લિયર કરી બતાવી. પ્રાંજલને રેલવે (IRAS) વિભાગના નોકરી ફાળવવામાં આવી. ટ્રેનીંગ સમયે જ રેલવે વિભાગે તેને નોકરી આપવાની સાફ ના પાડી દીધી. કારણ તરીકે તેની સો ટકા નેત્રહીનતા બતાવાઈ. પણ પ્રાંજલ હિંમત ન હારી. 2017માં તેણે ફરીથી UPSC ની પરીક્ષા 124 રેન્ક સાથે પાસ કરી. તેને IAS કેડર મળી. પ્રાંજલને કેરળમાં તિરુવનંતપુરમ ખાતે નાયબ કલેક્ટર તરીકેનો હોદ્દો મળ્યો છેઆમ એક નેત્રહીન સ્ત્રી પોતાની હિંમત, લગન અને ધગશથી નક્કી કરેલી મંજિલ મેળવીને જ રહી જે લોકો માટે ઉદાહરણ રૂપ કિસ્સો છે