મોરબી તાલુકાના જુના બેલા ગામ (આમરણ)નાં યુવાને હથિયારનું લાયસન્સ ન હોવા છતાં પોતાના શોખ ખાતર પરવાનાવાળા બારબોરના હથિયારથી ફોટો પાડી પોતાના વોટ્સએપ સ્ટેટસમાં પોસ્ટ કરતા મોરબી એસઓજી ટીમે બે શખ્સો વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકાના જુના બેલા ગામ (આમરણ) ખાતે રહેતા 22 વર્ષીય યુવક રફીકભાઇ ઉર્ફે ભોલો હસનભાઇ કટીયાએ પોતાની પાસે કોઇ હથિયાર પરવાનો કે, લાયસન્સ ન હોવા છતા, સમાજમાં ભય ઉભો કરવાના ઇરાદે તેમજ પોતાના શોખ ખાતર પરવાનાવાળા બારબોરના હથિયારથી ફોટો પાડી પોતાના વોટ્સએપ સ્ટેટસમાં ફોટો પોસ્ટ કરતા આરોપી રતીલાલ વેલજીભાઇ માલકીયાએ પોતાનું લાયસન્સ વાળુ હથીયાર આરોપી રફિકભાઈ કટિયા પાસે હથિયાર રાખવાનો પરવાનો નથી છતાં તેને આપી, લાયસન્સ ધારકની શરત ભંગ કરી ગુન્હો કરતા મોરબી એસઓજી ટીમે બન્ને ઇસમોને ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો આર્મ્સ એકટ હેઠળ ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.