Thursday, January 23, 2025
HomeGujaratઇન્સ્ટાગ્રામમાં હથિયાર સાથેનો ફોટો મુકવો ભારે પડ્યો:મોરબી SOG એ બે શખ્સોની અટકાયત...

ઇન્સ્ટાગ્રામમાં હથિયાર સાથેનો ફોટો મુકવો ભારે પડ્યો:મોરબી SOG એ બે શખ્સોની અટકાયત કરી

મોરબી જિલ્લાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા તથા લોકોના જાનમાલની સલામતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવો બનવા ન પામે તે માટે મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા હથિયાર બંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમ છતાં અમુક ઈસમો જાહેરમાં રોફ જમાવવા માટે જાહેરમાં હાથિયારો લઈ નીકળતા હોય છે. ત્યારે આવા લોકો પર પોલીસે ઘોસ બોલાવી છે. ત્યારે ગઈકાલે એસ.ઓ.જી. પોલીસે માળીયા તાલુકા વિસ્તારમાં એક ઇસમે બીજાના પરવાનાવાળુ હથીયાર ધારણ કરી ઇન્સ્ટાગ્રામમાં હથિયાર સાથેના ફોટાવાળો વિડીયો પોસ્ટ કરી સમાજમાં ભય ઉભો કરનાર તથા હથીયાર પરવાના ધારક એમ બંન્ને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહિ કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા અન્વયે સોશ્યલ મિડીયામાં હથિયાર વાળા ફોટા/વિડીયોઓ પોસ્ટ કરનાર તથા ગેરકાયદેસર હથિયાર રાખતા ઇમસોને શોધી કાઢી કાર્યવાહી કરવા પોલીસ બેડાને સૂચનાઓ મળી હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન એસ.ઓ.જી. પોલીસે સોશ્યલ મીડીયા ઇન્સ્ટાગ્રામમાં હબીબભાઇ વિરાભાઇ નોતીયારના હથીયાર સાથે ફોટાવાળો વિડીયો અપલોડ કરેલ હોય જેની વોચ તપાસમાં રહી કાર્યવાહી કરવા સુચના કરેલ જે અન્વયે એસ.ઓ.જી. ટિમને મળેલ બાતમી આધારે ઇન્સ્ટાગ્રામમાં હથિયાર સાથેના ફોટાવાળો વિડીયો મુકનાર ઇસમનું નામ સરનામુ મેળવી માળીયા ભોળી વાંઢ પાસેથી હબીબભાઇ વિરાભાઇ નોતીયારએ બીજાના પરવાના વાળુ હથિયાર ધારણ કરી ફોટાવાળો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરનાર તથા વલીમામદભાઇ અભરામભાઇ પલેજાએ ફોટાવાળા વિડીયોમાં રહેલ હથિયારના પરવાનેદાર વિરૂધ્ધ માળીયા (મી) પોલીસ સ્ટેશનમાં હથિયાર પરવાનાની શરતો ભંગ અંગે આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!