Friday, October 11, 2024
HomeGujaratમોરબીમાં ગરબા રમતી વેળા પોસ્ટમેનનું હૃદય બેસી જતા મોત

મોરબીમાં ગરબા રમતી વેળા પોસ્ટમેનનું હૃદય બેસી જતા મોત

મોરબીમાં મુખ્ય પોસ્ટ ઓફીસ ખાતે ગરબા રમતી વેળા પોસ્ટમેનને છાતીમાં દુખાવો ઉપડતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા જ્યાં ડોક્ટરે હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ નીપજ્યાનું જાહેર કર્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં પરાબજાર પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા દિનેશભાઇ રવજીભાઈ ઘુમલીયા ઉવ.૪૯ રહે.રવાપર-ઘુનડા રોડ ઉમિયા પેલેસવાળા ગત તા.૦૯/૧૦ના રોજ રાત્રીના પોસ્ટ ઓફીસ ખાતે નવરાત્રી મહોત્સવમાં ગરબા લેતા હોય ત્યારે રાત્રીના ૧૦ વાગ્યા આસપાસ તેઓને અચાનક છાતીમાં અસહ્ય દુખાવો ઉપડતા તેમને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને સારવાર મળે તે પૂર્વે ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી દીનેશભાઈને હાર્ટ એટેક આવવાના કારણે મૃત જાહેર કર્યા હતા. મૃત્યુના આ બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે મૃતકના મોટાભાઈ ધનજીભાઈ પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!