મોરબી જીલ્લામાં આવેલા 8-A નેશનલ હાઇવેને રીપેર કરવા માટે રોડ તોડીને ખાડા કરવામાં આવ્યાં છે. જે ખાડાઓ લાંબો સમય સુધી એમને એમ જ રાખવામાં આવે છે. જેને લઇને ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને પત્ર લખીને નેશનલ હાઇવે પરના ખાડાઓ બૂરવા માટે ફરિયાદ કરી છે.
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને લખાયેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જીલ્લામાં આવેલા 8-A નેશનલ હાઇવેને રીપેર કરવા માટે રોડ તોડીને ખાડા કરવામાં આવે છે. આવા ખાડા લાંબો સમય સુધી એમજ રાખવામાં આવે છે. જે ખાડા ઓમાં આવતા બાઈક સવારો અકસ્માતનો ભોગ બને છે. વધુમાં રજૂઆતમાં જણાવ્યું હતું કે તાજેતરમાં ગાળા ગામના યુવાન હીરાભાઈ ગંગારામભાઈ વિઘાણીએ આવાજ ખાડામાં અકસ્માત થતા પોતાનો જીવ ગુમાવેલ છે. તો આવા ખાડાઓ તાત્કાલિક રીપેર કરવામાં આવે તેમજ મૃતકને યોગ્ય સહાય આપવામાં આવે તેવી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા માંગ કરવામાં આવી છે.