મોરબીમાં વીજળી વિભાગ દ્વારા અવાર નવાર મેન્ટેનન્સ ની કામગીરીના ઓઠા હેઠળ વિજકાપ ઝીંકવામાં આવી રહ્યો છે જેનાથી લોકો પેહલેથી જ ત્રસ્ત હતા.
આટલું મેન્ટેનન્સ કરવા છતાં સ્થિતિ ઠેર ની ઠેર રહી છે અને સાંજે વરસાદ પડ્યા બાદ મોડી રાત્રે ૧ વાગ્યા આસપાસ મોરબીના પંચાસર રોડ સહિતના વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો જેને પગલે લોકોને ભર ઊંઘ માંથી ઉઠીને ઉજાગરા કરવાની ટાઇમટેબલ વગરના વીજતંત્રના પાપે ફરજ પડી છે અને હાલમાં મચ્છરના ઉપદ્રવને કારણે લોકોને વધુ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે આટલું ઓછું હોય તેમ કમ્પ્લેન નમ્બર પણ સતત બિઝી આવે છે હવે ક્યાં કારણોસર બિઝી આવે છે એ તો જે તે વીજ કર્મચારીઓ જ જવાબ આપી શકે છે પરંતુ હાલમાં લોકો કોઈને કહેવાય નહીં અને સહેવાય પણ નહીં તેવી કપરી પરિસ્થિતિમાં મુકાયા છે.અને ફરજ પર રહીને ફોન ન ઉપડનાર કે ફોન ના રીસીવર ને સાઈડમાં મૂકીને આરામ ફરમાવતા હોય એવા અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવી ચુક્યા છે આજે પણ આ પ્રકારે જ ફોન બિઝી આવતો હોય તો અધિકારીઓ એ આ મામલે તપાસ કરીને જે તે કર્મચારી પર પગલાં લેવા જરૂરી બન્યા છે.