હળવદ નગરપાલિકાના ટેલીફોન એક્સચેન્જ નજીક ટ્રક અથડાતા વિજપોલ ધબાય નમઃ થયો હતો. અડધી કલાક સુધી ચાલુ વિજ પ્રવાહની અવસ્થામાં વીજપોલ ધરાશાયી રહેતા શહેરીજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
આ ઉપરાંત રોડ પર જમીનદોસ્ત થયેલા વિજપોલને પગલે સુરક્ષાના ભાગરૂપે એક તરફના રોડ પર વાહનવ્યવહાર અટકાવી એક સાઈડનો રોડ બંધ કરી દેવા આવ્યો હતો. જેથી ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. ધરાશાયી થયેલા વિજપોલમાં વીજ પ્રવાહ અડધો કલાક જેટલા લાંબા સમય સુધી ચાલુ રહ્યો હોવાથી તંત્ર ની બેદરકારી પણ સામે આવી હતી.