Tuesday, September 29, 2026
HomeGujaratમોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ

મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ

મોરબી જીલ્લાના વિવિધ ગામોના ૫૧૮ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.

- Advertisement -
- Advertisement -

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબી ખાતે તા. ૨૩ થી ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૬ દરમિયાન કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી, વાલ્મી રાજકોટ અને એ. કે. આર. એસ. પી. સંસ્થા દ્વારા સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ખેતીલક્ષી વિવિધ વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું જેમાં સિનિયર સાયન્ટિસ્ટ એન્ડ હેડ, પ્રો. એમ. એસ. ભોરણીયા દ્વારા મગફળી અને કપાસમાં રોગ તથા જીવાત નિયંત્રણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ. એસ. વી. ખાનપરા દ્વારા રક્ષિત ખેતી અંગે, પ્રો. ડી. એસ. સરડવા દ્વારા હાલની પરિસ્થિતિમાં પાકોમાં આપવામાં આવતી માપજત અંગે જાણકારી આપવામાં આવી હતી અને ડૉ. કે.એન. વડાલિયા દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં વાલ્મીના કર્મચારીઓ દ્વારા ખેડૂતોને પાણીના બચાવ અંગે શપથ લેવડાવવામાં આવ્યા તથા સૂક્ષ્મ પિયત પદ્ધતિઓ માટે સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે જાણકારી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મોરબી જીલ્લાના વિવિધ ગામોમાંથી ૫૧૮ ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કૃષિ ટેકનોલોજી સપ્તાહના માધ્યમથી ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ, પાક સંરક્ષણ, પાણી બચત, પ્રાકૃતિક ખેતી તેમજ સરકારની સહાયલક્ષી યોજનાઓ અંગે ઉપયોગી માર્ગદર્શન અને માહિતી મળી હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડૉ. હરેશ ચાવડા, વી.વી. ઠાકોર, નયન બાંટવા, કલ્પનાબેન જરુ, નિલેશભાઈ વાઘડિયા, બી.પી. વાઘેલા તથા કાન્તિલાલ સનારીયાએ જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!