મોરબી શહેરમાં આવતીકાલે નવ કલાકનો વીજકાપ ઝીંકવામાં આવ્યો છે. વીજ તંત્ર દ્વારા અમરેલી રોડ સબ સ્ટેશનમાં મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી વીજકાપ મુકવામાં આવ્યો છે.
મોરબી શહેર પેટા વિભાગ 2ના નાયબ ઇજનેરના જણાવ્યા અનુસાર, મોરબી શહેર પેટા વિભાગ 2 હેઠળ આવતીકાલે સવારે ૮.૦૦ વાગ્યા થી સાંજે ૪.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો ૬૬ કેવી અમરેલી રોડ સબ સ્ટેશનમાં મેંટનન્સ હેતુથી બંધ રાખવામાં આવશે. જેને લઇ વાવડી રોડ ફીડરમાં આવતા વાવડી રોડ પરના ક્રિષ્નાપાર્ક, રાધાપાર્ક, કુબેરનગર-1-2-3 ,ગાયત્રીનાગર,સોમૈયા સોસાયટી, માધાપર, કારીયા,સોસાયટી,મારુતિનગર તથા આસપાસનાં વિસ્તારોમાં વીજકાપ મુકાયો છે. તેમજ ચિત્રકૂટ ફીડરમાં આવતા વી.સી.પરા રોહિદાસપરા, માધાપર, મહેન્દ્રનગર, રેલ્વે સ્ટેશન રોડ, નવા ડેલા રોડ, ડૉ.તખ્તસિંહજી રોડ, ઘાંચી શેરી તથા આસપાસનાં વિસ્તારોમાં પણ વીજકાપ રહેશે. તેમજ શ્રધ્ધા ફીડરમાં આવતા વિજયનગર, મદિના સોસાયટી, રણછોડનગર, યમુનાનગર, અમરેલી રોડ, વીસીનગર, લાયન્સનગર, નીલકંઠ સોસાયટી તથા આસપાસનાં વિસ્તારોમાં વીજકાપ રહેશે તેમ નાયબ ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું હતું.