Monday, December 23, 2024
HomeGujaratમોરબી શહેરમાં આગામી તા.૨૯ સપ્ટે.ના રોજ કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે

મોરબી શહેરમાં આગામી તા.૨૯ સપ્ટે.ના રોજ કેટલાક વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે

મોરબી શહેર પેટા-૦૨ વિભાગ હેઠળ આગામી તા. ૨૯ સપ્ટે.૨૦૨૪ના રોજ ૬૬કેવી મોરબી એ સબ સ્ટેશનમાં મેઇન્ટનન્સની કામગીરી કરવાની હોવાથી શહેરના કેટલાક વિસ્તારોમાં સવારના ૭ થી લઈને બપોરના ૨ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રાખવાનો હોઈ તે માટે નાયબ ઇજનેર દ્વારા પ્રેસ યાદી જાહેર કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ૬૬ કેવી સબ સ્ટેશનની મેઇન્ટનન્સની કામગીરી અન્વયે આગામી તા.૨૯ સપ્ટે.ના રોજ ભાડિયાદ ફીડર સવારે ૦૭:૩૦ થી બપોરે ૩:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. આ સિવાય સીટી ફીડર, દરબારગઢ ફીડર, વિજીટેબલ રોડ ફીડર, ગોપાલ ફીડર, મહેન્દ્રસિંહજી હોસ્પિટલ ફીડર, વિશાલદીપ ફીડર, ત્રાજપર ફીડર, પરશુરામ ફીડર તથા રેલ્વે ફીડરમાં આવતા તમામ વિસ્તાર તથા તેની આસપાસના વિસ્તારમાં વીજપુરવઠો બંધ રહેશે.

નાયબ ઇજનેરની યાદીમાં છેલ્લે ખાસ નોંધ કરી જણાવ્યું છે કે મેઇન્ટનન્સની કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!