Thursday, April 3, 2025
HomeGujaratનવા વર્ષને વધાવવા માટે સોમનાથ ખાતે ઉજવાયો પ્રભાસોત્સવ-૨૫:મોરબી જિલ્લાના ૩૫ સહિત ૪૦૦...

નવા વર્ષને વધાવવા માટે સોમનાથ ખાતે ઉજવાયો પ્રભાસોત્સવ-૨૫:મોરબી જિલ્લાના ૩૫ સહિત ૪૦૦ કલાકારોએ ભાગ લીધો

સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત દ્વારા નવવર્ષને વધાવવા છેલ્લા ૧૭ વર્ષથી સોમનાથ ખાતે શ્રી રામ મંદિર ઓડીટોરીયમમાં ‘પ્રભાસોત્સવ-૨૫’ નો કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતની ૨૯ જીલ્લા સમિતિના કુલે ૪૦૦ જેટલા કલાકારોએ પોતાની કલાના કામણ પાથરી પંચશીલ અભિયાન અંતર્ગત “ પર્યાવરણ” થીમ પર સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી.

- Advertisement -
- Advertisement -

નવા વર્ષને આવકારવા સોમનાથ ખાતે પ્રભાસોત્સવ ૨૫ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૨૯ જિલ્લા સમિતિ ૪૦૦ કલાકારોએ કલાના દર્શન કરાવ્યા હતા. અખિલ ભારતીય અધ્યક્ષ ડો. મૈસુર મંજુનાથે ગુજરાત સંસ્કાર ભારતી દ્વારા ચાલતા વિશિષ્ટ સાંસ્કતિક યાત્રાની સરાહના કરી હતી. આનંદ વ્યકત કરી પ્રાંતને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે સોમનાથ ભગવાનના સાનિધ્યમાં આવવુ અને કલા પ્રદર્શિત કરવી તે ગૌરવવંતી ક્ષણ છે. તેમણે સંસ્કાર ભારતીના નેજા હેઠળ પ્રથમ વખત પોતાની ભારતીય વાયોલિન વાદનની કલાની પ્રસ્તુતિને જીવનની યાદગાર ક્ષણ ગણાવી હતી.

આ પ્રસગે દિપ પ્રાગટય વિધી કરનાર ઉદઘાટક એવા ગીર સોમનાથના કલેકટર ડી.ડી. જાડેજાએ પોતાની ફરજ ઉપરાંત આવા સારા કાર્ય થાય છે અને તેમાં તેમની ઉપસ્થિતી માટે અને એક વિશિષ્ટ કલા પ્રસ્તુતિ માટે આનંદ વ્યકત કર્યો હતો. સોમનાથ મંદિરના ટ્રસ્ટી અને વિશેષ ઉપસ્થિત જે.ડી.પરમારે પ્રભાસ અને પ્રથમ જ્યોર્તિરલીંગનુ મહત્વ સમજાવી આ ક્ષેત્રમાં દુર દુરથી આવનાર ક્લાકારોને આવકાર્ય હતા. વેરાવળ પાટણના નગર સેવા સદનના પ્રમુખ પલ્લ્વીબેન જાની અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોનુ સ્વાગત સન્માન સંસ્કારભારતી ગુજરાત પ્રાંતે કરવામાં આવ્યું હતુ. અખિલ ભારતીય અધ્યક્ષ ડો, મંજુનાથજીનુ વિશિષ્ટ સન્માન તેમનુ પેન્સિલ સ્કેચમાં તૈયાર થયેલા ચિત્ર દ્વારા ઉપાધ્યક્ષ રમણીકભાઇ ઝાપડિયા અને જીતેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યુ હતું. શરૂઆતમાં ગુજરાત પ્રાંતના અધ્યક્ષ જાણીતા લોકગાયક અભેસિંહજી રાઠોડે સ્વાગત આવકાર પોતાની વિશિષ્ટ ગાયકી દ્વારા મહેમાનોને આવકાર્યા હતા. સૂર્યાસ્તથી સુર્યોદય સુધી સમગ્ર રાત્રી દરમ્યાન ચાલેલા આ સાંસ્કતિક કાર્યક્ર્મમાં કુલ ૪૫ જેટલી કૃતિ પ્રસ્તુત થઇ હતી. જેમાં કથ્થક, ભારતનાટ્યમ, ભવાઇ, સુગમ સંગીત, નૃત્ય નાટિકા, લોકનૃત્યોને કૃતિઓનો સમાવેશ થયો હતો. જે કૃતિઓએ રાત્રી દરમ્યાન પણ ઉપસ્થિત મેદનીને ઝકડી રાખ્યા હતા. નવવર્ષે સૂર્યના પ્રથમ કિરણને બધા કલાકારોએ સૂર્યને અર્ઘ્ય આપીને સ્વાગત કર્યુ હતું. જે કાર્યક્રમમાં મોરબી જીલ્લા સમિતિના 35 જેટલાં કલાકારોએ ત્રણ કૃતિની અદભુત પ્રસ્તુતિ કરીને કલાના કામણ પાથર્યા હતા.

જેમાં મોરબીના ખાખરાળાંનું પ્રખ્યાત અને ઇન્ટરનૅશનલ એવૉર્ડ વિજેતા શ્રી સ્વામીવિવેકાનંદ ભવાઈ મંડળ નાયક પ્રાણલાલ પૈજા અને સાથી કલાકાર મિત્રો દ્વારા ભવાઈની અદભુત પ્રસ્તુતિ રજુ કરવામાં આવી હતી. મોરબીની સાર્થક વિદ્યામંદિરનું રુદ્રિકા ગરબા ગ્રુપ રવિરાજ પૈજા અને શિલ્પાબેન ગઢવી દ્વારા તૈયાર કરાયેલ પંચતત્વ ગરબાની પ્રસ્તુતિ તેમજ સંગીત શિક્ષક પાવન રામાનુજ દ્વારા તૈયાર કરાયેલ પલક બરાસરા ગ્રુપ દ્વારા લોકગીતની પ્રસ્તુતિ કરાઈ હતી. આ સાથે મોરબી જીલ્લા સંસ્કાર ભારતીના અધ્યક્ષ અશ્વિનભાઇ બરાસરા, મહામંત્રી પ્રાણલાલ પૈજા કોસાધ્યક્ષ મયુરીબેન કોટેચા માતૃશક્તિના સંયોજક માધુરીબેન વારેવાડીયા, કલાધરોહારના એડવોકેટ મિતેશભાઈ દવે, સાહિત્યવિભાગ સંયોજક ડો. બ્રિજેશભાઈ બરાસરા, સંગીત શાખાના મનીષાબેન ગોસાઈ, દ્રષ્યકલા સંયોજક ભાટીન એન. સહિતના સમિતિના સદસ્યો યોજાયા હતા. જેની પહેલાં માહેશ્વરી ભવનથી ત્રિવેણી સંગમ સુધી રંગયાત્રા નિકળી હતી. જેમાં પરંપરાગત વસ્ત્રો પરિધાનમાં કલાકારોએ મુખ્યમાર્ગો પરથી નાચતા ગાતાં નિકળતા યાત્રાએ શહેરમાં આકર્ષણ જમાવ્યુ હતું. ત્રિવેણી ઘાટ પર કલેકટર ડી.ડી, જાડેજાની હાજરીમાં સંધ્યા આરતી કરવામાં આવી હતી. શાસ્ત્રોકત વિધીથી પૂજન કરી ગત વર્ષના સુર્યના કિરણોને વિદાય કર્યા હતા. યાત્રાનુ આયોજન ગીર સોમનાથના સમિતિના અધ્યક્ષ સુરુભા જાડેજાના માર્ગદર્શન હેઠળ થયું હતું. સમગ્ર કાર્યક્ર્મનુ સંચાલન કપિલ ગોસ્વામી અને અર્ચના ચૌહાણે કર્યુ હતુ જયારે પ્રભાસોત્સવ -૨૫નુ સંકલન પ્રાંત સહમહામંત્રી પંકજ ઝાલા એ કર્યુ હતુ. આ પ્રસંગે આભારવિધી પ્રાંત મહામંત્રી જયદિપસિંહ રાજપૂતે કરી હતી. ખજાનચી જગદીશ જોશી, મંત્રીઓ ભૂપત ચૌહાણ, મનીશ પારેખ, પ્રસાદ દસપૂત્રે, રિકેશભાઇ ગુર્જર, નવલભાઇ આંબલિયા મહેન્દ્રભાઈ અણદાણી, કમલ જોશી વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!