ગત તારીખ ૧૩/૯/૨૦૨૩ના રોજ મોરબી જિલ્લા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખ પદ્દ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વાકાનેર તાલુકાનાં નવઘણ ડી.મેઘાણીએ ગેર હાજર રહી પક્ષ તરફથી આપવામાં આવેલ વ્હીપ( આદેશ)નુ ઉલ્લંઘન કરતા તેના વિરુધ્ધ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી મોરબી જિલ્લા પંચાયતની ગત તારીખ ૧૩/૯/૨૦૨૩ના રોજ પ્રમુખ ઉપપ્રમુખની યોજાયેલ ચૂંટણીમાં કોગ્રેસ પક્ષ તરફથી ઉપપ્રમુખની ચુંટણીમાં મહેશભાઈ પરેજિયને ફોર્મ ભરવા જણાવેલ અને પક્ષના તમામ સદસ્યને કોગ્રેસ પક્ષના ઉપપ્રમુખના ઉમેદવારની તરફેણમાં મીટીંગમાં હાજર રહી મતદાન કરવા માટે વ્હીપ (આદેશ) આપવામાં આવેલ તેમ છતાં વાકાનેર તાલુકાની મહીકા જિલ્લા પંચાયત સીટ ઉપર કોગ્રેસ પક્ષના નિશાન ઉપર ચૂંટાયેલા નવઘણ ડી.મેઘાણીએ જિલ્લા પંચાયતની મિટિંગમાં ગેરહાજર રહી પક્ષ તરફથી આપવામાં આવેલ વ્હીપ( આદેશ)નુ ઉલ્લંઘન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સોકેસ નોટિસ આપી ખુલાસો કરવા જણાવેલ છે. આમ કોગ્રેસ પક્ષ કોય પણ સભ્ય પક્ષના શિસ્તમાં નહિ રહે અને પક્ષની વિરોઘ કામ કરતા લોકો સામે કાયદેસરના પગલાં લેવા પક્ષ અચકાશે નહીં તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવ્યું હતું.