પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 546 માં પ્રાગટય દિને વૈષ્ણવો ઉમટી પડ્યા
ટંકારાની બાલકૃષ્ણલાલજીની હવેલીમાં વલ્લભપ્રભુજીના પ્રાગટ્યોત્સવ નિમિત્તે વિવિધ મનોરથનું આયોજન આવ્યું હતું જેમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોમાં વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 546માં પ્રાગટય દિન મહોત્સવની આજ રોજ ચૈત્ર વદ અગિયારસ તા. 16 રવિવારે ટંકારામાં દેરીનાકા નજીક બાલકૃષ્ણલાલજી હવેલીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્તે હવેલીના ટ્રસ્ટી મંડળ ધ્વજબંધ તથા મનોરથ સમિતિ દ્વારા એક દિવસીય કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં વેલીથી કળશયાત્રા નીકળી શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે કરવામાં ધ્વજાજી અર્પણ કરી હતી. ત્યારબાદ હવેલી ખાતે શ્રીજીના પલના દર્શન તથા નંદ મહોત્સવ ઉજવ્યો હતો. પછી ઠાકોરજીના રાજભોગ દર્શન થયા તથા તિલક આરતી કરવામાં આવી. સાંજે વધાઈ-કીર્તન ગાન શયનના 16ને દર્શનમાં બંગલાની ઝાંખી અને અંતે સૌ વૈષ્ણવો એ સાથે પંગતમા પાતરામાં મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ જેમા ટંકારા મોરબી રાજકોટ અમદાવાદ સહિતના જીલ્લામાંથી 2500 થી વધુ ભાવિકો જોડાયા હતા.