વિધાનસભાની ચૂંટણીના આગમન પૂર્વે જ કોંગ્રેસ પોતાના સંગઠનને મજબૂત બનાવવા કમ્મર કસી રહી છે ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે પ્રકાશભાઈ બાવરવાની નિમણુંક કરવામાં આવી છે.
મોરબી કોંગ્રેસ પક્ષના અગ્રણી પ્રકાશભાઈ પ્રભુલાલ બાવરવાની કોંગ્રેસ પત્યેની નિષ્ઠા અને કરાયેલી કામગીરીની કદર કરીને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાની સુચનાથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી તરીકે તેઓની નિમણુંક કરવામાં આવી છે. મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીલાલ પટેલ સહિતના જિલ્લા અને શહેર કોંગ્રેસના અગ્રણીઓએ આ નિમણુંકને વધાવી કોંગ્રેસ પક્ષના સંગઠન માટે હર હંમેશ કાર્યશીલ રહો અને નિષ્ઠા તથા પક્ષના હિતમાં વફાદારી નિભાવી પોતાના પદને દીપાવે તેવી શુભેચ્છા પાઠવી હતી.