મોરબી તાલુકાના કિશનગઢ (સોખડા) ખાતે બાલાસરા પરિવાર શ્રી મોમાઈ માતાજી તેમજ શ્રી રાંદલ માતાજીનું મંદિર ખાતે માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું તા.૨૧/૦૫/૨૦૨૫ થી ત્રી દિવસીય ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દાંડિયા રાસ કલાકારો તેમજ સાધુ અને સંતો ઉપસ્થિત રહેશે. જે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શ્રી મોમાઈ માતાજી તથા શ્રી રાંદલ માતાજીનું મંદિર બાલાસરા પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી તાલુકાના કિશનગઢ (સોખડા) ખાતે બાલાસરા પરિવાર શ્રી મોમાઈ માતાજી તેમજ શ્રી રાંદલ માતાજીનું મંદિર ખાતે માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન સંવત – ૨૦૮૧ ના વૈશાખ વદ-૯ તા. ૨૧-૦૫-૨૦૨૫ ને બુધવારથી વૈશાખ વદ-૧૧ તા. ૨૩-૦૫-૨૦૨૫ ને શુક્રવારના સુધી ત્રીદિવસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી પ્રભુદાસજી ગુરૂશ્રી જગન્નનાથજી માતૃશ્રી રામબાઈની જગ્યા – વવાણીયા, માતૃશ્રી રામબાઈની જગ્યા – વવાણીયા, યોગીશ્રી વશિષ્ઠનાથજી ગુરૂશ્રી નવાનાથજી – ભાયાસર, શ્રી ઋષિકુમારી માતાજી બ્રહ્માનંદ આશ્રમ-નાગડાવાસ, મહંતશ્રી મુનાબાપુ સંતશ્રી કેવળદાસબાપુની જગ્યા -સુસવાવ અને શ્રી વ્રજકિશોરી માતૃશ્રી રામબાઇની જગ્યા – મયુરનગર સહિતના સંતો મહંતો હાજરી આપશે. ત્રી દિવસીય ઉત્સવમાં ભવ્ય દાંડિયા રાસ તા. ૨૨-૦૫-૨૦૨૫ ને ગુરૂવાર રાત્રે :- ૯-૦૦ વાગ્યે યોજાશે. જેમાં દાંડિયા રાસના કલાકાર તરીકે વિજયભાઈ આહીર, સુરેશભાઈ મારૂ અને હીરલબેન ડાંગર ઉપસ્થિત રહેશે. માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે સંવત ૨૦૮૧ વૈશાખ વદ-૯, બુધવાર તા. ૨૧/૦૫/૨૦૨૫ દેહ શુધ્ધિ – ગણપતિ આરાધન સ્થાપિત દેવોનું પૂજન યજ્ઞ પ્રારંભ કરવામાં આવશે, દ્રિતીય દિવસ :- સંવત ૨૦૮૧ વૈશાખ વદ-૧૦, ગુરૂવાર તા. ૨૨/૦૫/૨૦૨૫, સમય :- ૯ :૦૦ થી ૧૨:૦૦ અને ૩:૦૦ થી ૪ : ૦૦ વાગ્યા સુધી, જલયાત્રા- માતાજીના સામૈયા, નવચંડી યજ્ઞ પ્રારંભ, મંદિરનો વાસ્તુ યજ્ઞ, તીર્થજલથી અમૃતા ભિષેક, શોભા યાત્રા, ધાન્યાધિવાસ યોજાશે તેમજ અંતિમ અને તૃતિય દિવસે સંવત ૨૦૮૧ વૈશાખ વદ-૧૧, શુક્રવાર તા. ૨૩/૦૫/૨૦૨૫ ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા, ઈડું ચડાવવાની વિધિ, ધ્વજા રોહણ અને પૂર્ણાહુતિ કરવામાં આવશે. જેમાં મહાપ્રસાદ તા. ૨૩/૦૫/૨૦૨૫, શુક્રવારના ૧૦-૪૫ વાગ્યે કિશનગઢ (સોખડા) ખાતે યોજાશે જેમાં પ્રતિષ્ઠાના મુખ્ય આચાર્ય તરીકે હશુભાઈ પંડયા રહેશે. ત્યારે ત્રી દિવસીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શ્રી મોમાઈ માતાજી તથા શ્રી રાંદલ માતાજીનું મંદિર બાલાસરા પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.