પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપરમા રહેતા રમેશભાઇ ગાંડુભાઇ વરાણીયા ગઈકાલ તા.૦૮/૦૨ ના રોજ બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ફળીયામા આવેલ ઝાડ સાથે ગળેફાંસો ખાઇ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક રમેશભાઈના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ લાવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી, બી ડિવિઝનના UHC વિ.એન.મિયાત્રા દ્વારા આગળની તપાસ શરૂ કરી છે.