માળીયા(મી) પોલીસે બંને હત્યારા આરોપીને દબોચી લીધ
માળીયા(મી)માં જમવા બાબતમાં થયેલ ઝઘડાનો ખાર રાખી બે શખ્સોએ પ્રૌઢને લાકડાના આડેધડ ધોકાનો મરણતોલ માર મારી પ્રૌઢની હત્યા નિપજાવી બંને ખૂની શખ્સો ફરાર થઇ ગયા હતા. ત્યારે હત્યાના ગંભીર બનાવને પગલે માળીયા(મી) પોલીસે પૂર્વ બાતમીને આધારે બંને ખૂની આરોપીઓને દબોચી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી જીલ્લાના માળીયા(મી) ગામમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં ગત તા. ૨૧/૦૯ના રાત્રે મોવર ટીંબા વિસ્તારમાં રહેતા ચંદુભાઈ લાધાભાઈ નામના ૫૮ વર્ષીય પ્રૌઢની આ જ વિસ્તારમાં રહેતા નૂરમામદ ઉર્ફે ચવો અલ્લારખા મોવર તથા રઝાક ગફુર મોવર રહે બન્ને મોવર ટીંબાવાળાએ જમવાની બાબતની બોલાચાલી બાદ ઝઘડો થયો હોય જેનો ખાર રાખી બંને હત્યારાઓએ પ્રૌઢને લાકડાના ધોકાના આડેધડ જીવલેણ ઘા મારી ચંદુભાઈનું મોત નિપજાવી દીધું હતું. ત્યારે હત્યાના આ બનાવમાં મૃતક ચંદુભાઈના પુત્રએ માળીયા(મી) પોલીસ મથકમાં બંને હત્યારાઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે બંને આરોપીઓ સને હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી બંને આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ઉપરોક્ત હત્યાના બનાવ અંગે મૃતકના પુત્રની ફરિયાદને આધારે બંને હત્યારા આરોપીઓની શોધખોળ ચાલુ હોય તે દરમિયાન માળીયા(મી) પોલીસ મથકના પીઆઇ આર.સી.ગોહિલ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય ત્યારે તેઓને ખાનગીરાહે મળેલ બાતમીને આધારે હત્યાના આરોપી નૂરમામદ ઉર્ફે ચવો અલ્લારખા મોવર ઉવ.૪૫ રહે.જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તાર માળીયા(મી) તથા રઝાકભાઇ ગફુરભાઇ મોવર ઉવ.૩૦ બંનેરહે. મોવર ટીંબા વિસ્તારવાળાને દબોચી લેવામાં આવ્યા છે. હાલ બંને આરોપીઓની અટકાયત કરી આગળની તપાસ ચલાવી છે.