Sunday, January 12, 2025
HomeGujaratશ્રી રાજપુત કરણી સેનાના ભારતના સયોજક પદે પ્રવીણસિંહ ઝાલાની નિયુક્તિ કરાઈ

શ્રી રાજપુત કરણી સેનાના ભારતના સયોજક પદે પ્રવીણસિંહ ઝાલાની નિયુક્તિ કરાઈ

દેશના સૌથી મોટા રાષ્ટ્રવાદી સામાજીક સંગઠન શ્રી રાજપુત કરણી સેનાનાં ભારતના સયોજક તરિકે મોરબી જિલ્લાનાં સાદુંરકા ગામનાં પ્રવીણસિંહ ઝાલાની વરણી કરવામાં આવતા રાજપુત સમાજના લોકોએ પ્રવીણસિંહને ખોબલે ખોબલે અભિનંદન પાઠવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

શ્રી રાજપુત કરણી સેનાના જણાવ્યા અનુસાર, ભારતનું સૌથી મોટું સંગઠન શ્રી રાજપુત કરણી સેનાના ભારતના સયોજક તરિકે પ્રવીણસિંહ ઝાલા જુના સાદુરકાની વરણી કરવામાં આવી છે. મોરબી જિલ્લાનુ એક નાનુ એવુ ગામ સાદુરકા હવે આખાય ભારત યુવા ધનનું નેતૃત્વ કરશે. હવે હજારો નહિ લાખો કરોડો યુવાનોના ભવિષ્ય પ્રવીણસિંહ ઝાલા( સાદુંરકા) લખશે. સાદુરકા ગામને ગુજરતમા જગ વિખયાત કરનાર અને હજારો યુવાનો જેમણે ગુરુજી તરીકે વંદન કરે છે. એવાં મહાનુભાવને હવે લાખો ક્ષત્રિય ઘરના ચૂલા જલાવનાર વીચારધારાને શ્રી રાજપુત કરણી સેનાના ભારત દેશના પ્રમુખ મહિપાલસિંહજી મકરાનાએ જડપી અને ગુજરાત પ્રદેશ પ્રમુખવી એસ જાડેજાની આગેવાનીમા ગઈકાલે ઝારખંડ વિધાનસભા મઘ્યે રાજપુત કરણી સેનાના આખાય ભારતના સંયોજક તરીકે વરણી કરી છે. જે સમગ્ર ગુજરત ક્ષત્રિય સમાજ માટે ગૌરવની વાત છે. આટલી નાની ઉંમરે એમની જે સમાજ પ્રત્યેની ભાવના અને વિચારધારા છે તે વિચારધારાએ તેમને સમગ્ર ભારતવર્ષમા પ્રગટાવી દીધા છે. તેમ શ્રી રાજપુત કરણી સેના દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!