Friday, January 10, 2025
HomeGujaratપ્રિ સ્કુલના બાળકો તેમજ શિક્ષકગણને મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ફાયર...

પ્રિ સ્કુલના બાળકો તેમજ શિક્ષકગણને મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ફાયર ટ્રેનિંગ અપાઈ

“કોમ્યુનીટી હેલ્પર્સ” વિષયના આયોજન અંતર્ગત ડોલ્સ એન ડયુડસ ઇન્ટરનેશનલ પ્રિ સ્કુલના બાળકો તેમજ શિક્ષકગણને ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ અંતર્ગત આવેલ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા ફાયર ટ્રેનિંગ આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં મોટી સંખ્યામાં આગ લાગવાના કારણો અંગે મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા જણાવતા કહેવામાં આવ્યું હતુ કે, આગથી કેવી રીતે બચી શકાય ? આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો તે અંગે બાળકોને તેમની ભાષામાં અને શિક્ષકગણને આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે?, આગને બુઝાવવાના પ્રયાશો કરવા તેમજ આગ કે અન્ય ઈમર્જન્સીમાંથી બાળકોને અને અન્યને બચાવીને બહાર કેવી રીતે કાઢવા અને તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!