મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ એસ્ટીકા સિરામિક લેબર ક્વાર્ટર્સમાં રહેતા ૨૨ વર્ષીય પરિણીતાને અચાનક આંચકી આવતા તેને હોસ્પિટલ લઇ જવાઈ હતી, જ્યાં વધુ સારવાર માટે મોકલ્યા બાદ તેમનું મૃત્યુ નીપજ્યું. મૃત્યુના બનાવથી સીરામીક શ્રમિક પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
મોરબી તાલુકા બેલા ગામની સીમમાં ખોખરા હનુમાન મંદિર વિસ્તાર પાસે આવેલા એસ્ટીકા સિરામિક લેબર ક્વાર્ટર્સમાં રહેતા પુજાબેન ગાલુભાઈ ગાગરાય ઉવ.૨૨ લેબર ક્વાટર્સમા રૂમમાં હોય ત્યારે કોઇપણ કારણોસર પૂજબેનને આંચકી આવતા પરિવારજનો તેમને સારવાર માટે લાવતા પ્રેગ્નન્ટ હોય જેથી વધુ સારવારમા આયુષ હોસ્પીટલ ગાયનેક પાસે મોકલતા. આયુશ હોસ્પીટલ મોરબી ખાતે પહોચતા, પૂજબેનનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી મૃતકની ડેડબોડી અત્રેના સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા પોલીસને જાણ કરવાના આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પૂજાબેનનો લગ્નગાળો એક વર્ષનો હોય. હાલ તાલુકા પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.









