મોરબી તાલુકાના આંદરણા ગામે પટેલ માઇક્રોન માટીના કારખાનામાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની સંગીતાબેન શંકરભાઇ રામચંદરભાઇ વસુનીયા ઉવ.૨૮ હાલ ગર્ભવતી હોય અને ગઈકાલ તા.૦૧/૦૮ના રોજ સંગીતાબેનને અચાનક પેટમા દુખાવો થતા પ્રથમ ચરાડવા સી.એચ.સી સેન્ટર ખાતે પ્રાથમીક સારવાર લઇ વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે બેભાન હાલતમા સારવારમા દાખલ થયેલ હોય ત્યારે ચાલુ સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. હાજર ડોક્ટરે પોલીસને જાણ કરતા મોરબી તાલુકા પોલીસે અપમૃત્યુ અંગેની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.