વાંકાનેરમાં માર્ગ અકસ્માતની એક કરુણ ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતા મોટરસાઈકલ ચાલકે ગર્ભવતી મહિલાને હડફેટે લેતા મહિલા તથા તેના પેટમાં રહેલ બાળકને ઈજાઓ પહોંચી હતી. જેને લઈ મહિલાનું સીજેરીયન ઓપરેશન કરાવી બાળકનો જન્મ કરાવવામાં આવ્યો હતો. જો કે, બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નિપજતા મહિલા દ્વારા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં જાબુડીયા સીમમા આયોટા સીરામીકની ઓરડીમા રહેતા મૂળ ઝારખંડનાં લક્ષ્મીબેન માગેયા બીરૂવા ગત તા.૧૦/૧૨/૨૦૨૩ ના રાત્રીના સમયે પગપાળા મારૂતી મીનરલ્સ કારખાનાના ગેઇટ સામે સર્વીસ રોડ ઉપર રાણેકપર સીમમા જતા હતા. ત્યારે GJ 03 KL 7190 નંબરનાં મોટરસાઈકલ ચાલકે પોતાનું મોટરસાઈકલ પુરઝડપે અને ગફલતભરી રીતે માણસની જિંદગી જોખમાય તે રીતે ચલાવી સામેથી મહિલાને હડફેટે લેતા મહિલાને પેટ ભર નીચે પડી જતા પેટના ભાગે મૂઢ ઇજા થતા ફરિયાદી મહિલા ભર્ગવતી હોય જેથી ગૃપ્ત ભાગે લોહી નીકળતા પ્રથમ સારવાર વાંકાનેર સરકારી હોસ્પિટલ બાદ મોરબી સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સરકારી હોસ્પિટલના ઝનાના વિભાગમા દાખલ કરેલ અને મહિલાને પેટના ભાગે ગંભીર ઇજા થતા ગૃપ્ત ભાગે બ્લડીંગ ચાલુ થઇ જતા સીજેરીયન ઓપરેશન કરાવી બાળક (બાબો) નો જન્મ કરાવેલ હતો. ત્યારે આ અકસ્માતમા પેટમા રહેલ બાળકને પણ ઇજા થયેલ હોય જેની પ્રસુતી કરાવી સારવાર કરાવતા બાળકને માથાના ભાગે હેમરેજ જેવી ઇજા થતા બાળકનુ ચાલુ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જયારે આરોપી અકસ્માત સર્જી પોતાનું મોટરસાઈકલ સ્થળ પર મૂકી ફરાર થઈ જતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.