મોરબીમાં આજે રાષ્ટ્રિય અધ્યક્ષ જે પી નડ્ડા નો રોડ શો છે ત્યારે પોલીસ તંત્ર એલર્ટ છે તો જિલ્લા ભાજપ દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
મોરબી માં આજે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા રોડ શો કરવાના છે જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ,મંત્રી બ્રિજેશ મેરજા, સંસદ વિનોદ ચાવડા, સાંસદ મોહન કુંડારીયા સહિતના મોટી સંખ્યા માં આગેવાનો જોડાશે જો કે અંતિમ ઘડીએ જીલ્લા ભાજપ દ્વારા રોડ શો નો રૂટ ફેરવવામાં આવ્યો છે જેમાં પહેલા રોડ શો મોરબી બાયપાસ આવેલ સમય ગેટ થઈ ને રામચોક,જુનાં બસ સ્ટેન્ડ અને નહેરુ ગેટ થઈ શાક માર્કેટ ચોક થી ટાઉન હોલ ખાતે પૂર્ણ થવાનો હતો હવે નવા રૂટ મુજબ આ રોડ શો મુજબ પહેલા ૩૬ પોઇન્ટ હતા હવે નવા નકશા મુજબ ૨૬ પોઇન્ટ પર ભાજપ દ્વારા જે પી નડ્ડા નું સ્વાગત કરવામાં આવશે જે રોડ શો મોરબી સમય ગેટ થી શરુ થઇ નવા બસ સ્ટેન્ડ,રામચોક,ગાંધીચોક,શાક માર્કેટ ચોક થઈ ટાઉનહોલ ખાતે પૂર્ણ થશે જો કે આ રોડ શો પર મોરબી કોંગ્રેસ આગેવાન કે ડી બાવરવાએ આશ્ચર્ય જનક રોડ શો દરમ્યાન આશ્ચર્ય જનક કાર્યક્ર્મ આપવાની ચીમકી ઉચ્ચારી છે જેમાં કોંગ્રેસની ચીમકી નાં પગલે મોરબી જીલ્લા પોલીસ તંત્ર અને જિલ્લા ભાજપ સતર્ક થઈ ચૂક્યું છે મોરબી માં આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા નાં રોડ શો માં તંત્ર ખડે પગે છે જેમાં આં પોલીસ વ્યવસ્થા માં ૦૧ એસપી,૦૫ ડીવાયએસપી,૧૨ પીઆઈ,૩૦ પીએસઆઈ,૫૫૦ પોલીસ કર્મીઓ અને ૧૫૦ થી વધુ જીઆરડી અને ટીઆરબી જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે સાથે સાથે મોરબી પાલિકાના ફાયર નો સ્ટાફ પણ ખડે પગે છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત એસપી રાહુલ ત્રિપાઠી ની આગેવાનીમાં ગોઠવી દેવામાં આવ્યો છે મોરબી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા નાં રોડ શો દરમ્યાન તંત્ર સતર્ક છે અને મોરબીમાં યોજાનાર આ રોડ શો આગામી વિધાનસભા ની ચૂંટણીમાં અતિ મહત્વનું પરિબળ પણ માનવામાં આવે છે જેને લઇને આગામી સમયમાં રાજકીય ગરમાવો આવે તો નવાઈ નહી.
તો બીજી બાજુ કોંગ્રેસ અને કિસાન મોરચાના આગેવાનોને વિરોધ કરવામાં ડર થી નજર કેદ કરવામાં આવ્યા છે જેમાં મોરબીમાં રાષ્ટ્રીયઅધ્યક્ષ જે પી નડ્ડા નાં રોડ શો નો વિરોધ કરનાર કોંગ્રેસ આગેવાન કે ડી બાવરવાને નજરકેદ કરાયા છે જેમાં કે ડી બાવરવા એ રોડ શો માં આશ્ચર્ય જનક કાર્યક્રમ આપવાની કરી જાહેરાત કરી હતી ત્યારે મોરબી એલસીબી ટીમ દ્વારા તેની ઓફિસે જ નજર કેદ કરવામાં આવ્યા હતા આં સિવાય પણ યુવા કોંગ્રેસ નાં દેવેન્દ્રસિંહ જાડેજા ને નજર કેદ કરવામાં આવ્યા છે એ ઉપરાંત મોરબી જિલ્લા કિસાન સંઘ નાં પ્રમુખ અને આગેવાન જીલેશ કાલરીયા સહિતના ને ટંકારા પોલીસે નજર કેદ કર્યા છે ઉલ્લેનીય છે કે મોરબીમાં મોરબીમાં ભાજપ નાં રાષ્ટ્રીય અધ્યક્ષ નો મોરબી માં રોડ શોના વિરોધ નો સામનો નો કરવો પડે એટલે પોલીસ દ્વારા સુરક્ષા માં કોઈ ચૂક રાખવા માંગતી નથી જેથી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા સોશ્યલ મીડિયાની લઈને તમામ નાના માં નાની ગતિવિધિઓ પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે.