મોરબી જિલ્લા પંચાયત 235, તાલુકા પંચાયત 235 અને નગરપાલિકાની મતગણના માટે 114 કર્મચારી સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા
મોરબી નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રક્રિયામાં આવતીકાલે હાથ ધરવામાં આવનાર ત્રણ પાલિકા,પાંચ પંચાયત અને એક જિલ્લા પંચાયતની મતગણતરી માટે કુલ 584 કર્મચારીઓ ખડેપગે રહેશે જેમાં મોરબી, માળીયા અને વાંકાનેર નગરપાલિકા, જિલ્લા પંચાયત તેમજ મોરબી,માળીયા,ટંકારા,હળવદ અને વાંકાનેર તાલુકા પંચાયત માટે આવતીકાલે જુદાજુદા નવ સ્થળે મતગણતરી હાથ ધરવામાં આવશે જેમાં જિલ્લા પંચાયત માટે 235,તાલુકા પંચાયત માટે 235 અને મોરબી, માળીયા તથા વાંકાનેર નગરપાલિકા માટે 114 કર્મચારીઓ સહિત જિલ્લામાં કુલ 584 મતગણતરી માટેની ફરજ સોંપવામાં આવી છે.ત્યારે પોલીસ તરફથી પણ મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં થાય એ માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામ આવ્યો છે.