બજારોમાં દશામાની મૂર્તિનું વેચાણ રૂ. ૨૦થી ૨૦૦૦ સુધીની અવનવી દશામાની મૂર્તિ બજારમાં વેચાઇ રહી છે
શ્રાવણ માસની શરૂઆત થનાર છે ત્યારે શિવ પૂજાનો અનેરો મહિમા જોવા મળે છે ત્યારે શ્રાવણ માસના પ્રારંભે હળવદ સહિત સમગ્ર ઝાલાવાડમાં દશામાના વ્રત રહેવાનો ક્રેઝ દિવસેને દિવસે વધતો જોવા મળે છે હાલમાં બજારોમાં અવનવી નાની-મોટી ડિઝાઇનમાં દશામાની મૂર્તિઓ, સાઢડીઓ, ચાંદી ની મુર્તિ,ડીવીડી,સીડી,ચુદંડી,પુજાપો વગેરે સામગ્રીનું બજારમાં વેચાણ જોવા મળે છે. શહેરની ગુહણીઓ બજારમાં રૂપિયા 20થી 2000 સુધીની મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે શહેરમાં તેમજ ગ્રામ્ય પંથકની મહિલાઓ દ્વારા ઘરે દશામાની મૂર્તિની સ્થાપના કરી આ મૂર્તિનું શ્રાવણ માસના પ્રથમ દસ દિવસ સુધી પૂજા અર્ચના આરતી દશામા ને રિઝવવાના કાલા વાલ કરે છે. અને આ વ્રતમાં અલગ-અલગ ઉપવાસ-એકટાણા કોઈ પ્રવાહી પી ને તો કોઈ નકોરડા તો કોઈ પોતાના શરીરે દસ દિવસ જવારા ઉગાડીને દશામાનું વ્રત કરે છે. હાલ શહેરો અને સમગ્ર ઝાલાવાડ પંથકમાં દશામાના વ્રતની તડામાર તૈયારી ચાલી રહી છે. બજારોમાં મૂર્તિનું આગમન થઈ ચૂકયું છે. હાલ તો બજારોમાં મંદી જોવા મળી રહી છે પરંતુ વેપારીઓને આશા છે કે આગામી દિવસમાં તેજી આવશે તેવી આશા છે.