Saturday, January 11, 2025
HomeGujaratમોરબીમાં વોટિંગ મશીનના ફર્સ્ટ લેવલ ચેકીંગની તૈયારીઓ શરુ કરાઈ:કામગીરીનાં સુપરવિઝન માટે અધિકારીઓની...

મોરબીમાં વોટિંગ મશીનના ફર્સ્ટ લેવલ ચેકીંગની તૈયારીઓ શરુ કરાઈ:કામગીરીનાં સુપરવિઝન માટે અધિકારીઓની નિમણુંક કરાઈ

મોરબીમાં ચૂંટણી પંચના સૂચન અનુસાર ગઈકાલથી જ EVM ના ફર્સ્ટ લેવલ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમજ કામગીરીના સુપરવિઝન માટે તમામ અધિકારીઓની નિમણુંક કરી દેવામાં આવી છે. તેમજ રાજકીય આગેવાનોની દેખરેખમાં આ કામગીરી થઈ રહી હોવાનું જિલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા કલેકટર ના જણાવ્યા અનુસાર, ઈલેક્શન પંચની સૂચના મુજબ ગુજરાતના તમામ જિલ્લામાં FLV (ફસ્ટ લેવલ ચેકીંગ ઓફ વોટિંગ મશીન)ની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ ગઈકાલથી આ કામગીરી શરુ કરી દેવામાં આવી છે. કામગીરીના સુપરવિઝન માટે પણ તમામ સ્ટાફની નિમણુંક કરી દેવામાં આવી છે. આ ઉપરાંત EVM મશીનના ઈન્જીનીયર્સ પણ મોરબી આવી પહોંચ્યા છે. અને તેમના દ્વારા પણ તેમની કામગીરી શરુ કરી એવામાં આવી છે. રાજકીય આગેવાનો પણ સમયાંતરે હાજર હોય છે. અને તેમની હાજરીમાં આ કામગીરી થઇ રહી છે. આ કામગીરીનાં સુચારૂ આયોજન માટે પોલીસ બંદોબસ્ત પણ વેરહાઉસ ખાતે ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ અહીં 1647 BU યુનિટ, 1523 CU યુનિટ અને 1676 VVPET યુનિટનું FLV કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. જ્યાં સુધી આ કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ સમયાંતરે સતત ચાલુ રહેશે. અને વચ્ચે કોઈ પણ પ્રકારની રજા રાખવામાં નહિ આવે. આ કામગીરીમાં બેલના કુલ ત્રણ એન્જીનીયર આવેલ છે. તેમજ હજુ વધુ ૪ એન્જીનીયર ફાળવવામાં આવશે. તેમજ આ કામગીરીમાં કુલ ૩૦ થી ૩૫ કર્મચારીઓ અને અધિકારીઓ આ કામગીરીમાં જોડાયેલા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!