વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થવામાં હવે બે મહિના જેવો સમય રહ્યો છે ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઈચ્છુક ઉમેદવારોની યાદી મંગાવવામાં આવી છે જેમાં દરેક સીટ પરથી દસ જેટલા નામોની યાદી આપવાની સૂચના આપવામાં આવી છે પરંતુ સીઆર પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે ટીકીટ કોને આપવી કોને ન આપવી તે બાબતમાં તેઓ હસ્તક્ષેપ નહિ કરે અને ટીકીટ કોને આપવી અને કોને ન આપવી તેનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લેવામાં આવશે અનેસીઆર પાટીલ દ્વારા મંગવવામાં આવેલ નામોની યાદી સીધી દિલ્હી મોકલી આપવામાં આવશે જ્યા વડાપ્રધાન મોદી અને અમિતભાઇ શાહ બન્ને ગુજરાતના છે અને નેતા રહી ચૂક્યા છે ત્યારે બન્ને ગુજરાતની દરેક સીટ થી પરિચિત હોય જેથી એવું માનવામાં આવી રહ્યું છે કે દર વખતની જેમ આ વખતે પણ તેમના દ્વારા જ ઉમેદવારોની યાદી બનાવવામાં આવશે પરન્તુ જો બન્ને નેતાઓ તરફથી કોઈ મંતવ્ય મંગાવવામાં આવશે ફક્ત તો જ સીઆર પાટીલ દ્વારા મંતવ્ય આપવામાં આવશે.