મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મોરબીમાં આગમનને લઇને તૈયારીના ભાગ રૂપે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓની મિટિંગ યોજાઈ હતી. જેમાં મોરબી જિલ્લા પ્રમુખ, મોરબી તાલુકાના પ્રમુખ, માળીયા તાલુકાના પ્રમુખ,મોરબી માળિયાના તાલુકાના સરપંચો તેમજ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહયા હતા.
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના કાર્યાલય ઉમા ટાઉનશિપ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તા. ૨૬/૦૩/૨૦૨૫ ના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મોરબીની પાવન ધરા પર પધારવાના છે જેના આયોજન માટે મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં મોરબી જીલ્લા પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ભાજપ અગ્રણી જયંતીભાઈ જેરાજ, મોરબી તાલુકાના પ્રમુખ, માળિયા તાલુકાના પ્રમુખ, મોરબી – માળિયા તાલુકાના સરપંચો તેમજ અન્ય આગેવાનો સહિતના ભાજપના કાર્યકરો અને હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.